આસામ પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી, યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ


  • Published By :
  • Published Date : 2024-01-23 14:39:24

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો ન્યાય યાત્રાને આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી દીધી છે. આ યાત્રા સાથે ચાલી રહેલા લગભગ પાંચ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓને પોલીસે રોક્યા તો પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતાં પોલીસે રાહુલ ગાંધી સામે FIR નોંધાવી છે.


રાહુલ ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો


મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધીના કાફલાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ રોકવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન અને બેરિકેડ તોડી નાખ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન પણ સુત્રોચ્ચાર ચાલું રાખ્યો હતો. કોંગ્રેસ સમર્થકોને આગળ વધતા રોકવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશની મંજુરી નહોંતી તેમ છતાં કોંગ્રેસે યાત્રાનો શહેરમાં પ્રવેશ કરાવ્યો હતો. આ મામલે CM હિમંત બિસ્વ સરમાએ DGP સાથે વાતચીત કર્યા બાદ રાહુલ ગાંધી વિરૂધ્ધ કેસ નોંધાવાની સૂચના આપી હતી.


મુખ્યમંત્રીએ શું કહ્યું? 


રાહુલ ગાધીની યાત્રા અંગે સીએમ હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે માર્ગો પર જામની સ્થિતીને ટાળવા માટે યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ દરમિયાન ભારત જોડો યાત્રા દરમિયાન ખાનાપારામાં ગુવાહાટી ચોક પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?