હિંદુ મહિલાઓ પર કરાયેલી ટિપ્પણી પર આસામના સાંસદ બદરૂદ્દીન અજમલે માગી માફી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-04 13:38:07

આસામના લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે થોડા દિવસો પહેલા હિંદુઓની લાગણીને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે અનેક હિંદુ નેતાઓ મુસલમાનોના ખિલાફ બોલે છે. તેમણે કહ્યું કે હિંદુઓએ મુસલમાનની માફક નાની ઉંમરમાં લગ્ન કરી લેવા જોઈએ. હિંદુઓએ વસ્તી વધારવા મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવી જોઈએ. તેમના આવા નિવેદનથી વિવાદ વકરી રહ્યો છે. પોતાના નિવેદન પર તેમણે માફી પણ માગી છે.

  

હિંદુઓને ઠેસ પહોંચે તેવું આપ્યું હતું નિવેદન 

વિવાદીત નિવેદનમાં તેમણે એવું કહ્યું કે મુસ્લિમ છોકરીઓના લગ્ન 18 વર્ષમાં થઈ જાય છે, અને મુસ્લિમ છોકરાઓના લગ્ન 20-22 વર્ષે થઈ જાય છે. તો બીજી તરફ હિંદુઓ 40 વર્ષ પહેલા લગ્ન નથી કરતા, અને 40 વર્ષ પછી માતા-પિતાના પ્રેશરમાં આવી જાય છે. પરંતુ 40 વર્ષની બાદ બાળક પૈદા કરવાની તાકાત ક્યા રહે છે. તો પછી કેવી રીતે બાળકો જન્મશે. તેમના કહેવા પ્રમાણે હિંદુઓએ 20-22ની ઉંમરે લગ્ન કરી લેવા જોઈએ. 

વિવાદ વધતા સાંસદે માગી માફી 

તેમના આ નિવેદનથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી હતી. અનેક લોકોએ આ ટિપ્પણી પર નારજગી વ્યક્ત કરી હતી. ભાજપે પણ આ મુદ્દે તેમના પર નિશાન સાધ્યું હતું. માફી માગતા તેમણે કહ્યું કે જો મારા શબ્દોથી હિંદુઓની લાગણી દુભાઈ હોય તો તે પોતાના શબ્દો પાછા લે છે. મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોચાડવાનું ન હતું. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?