મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ પહેલા તમામ રાજકીય પક્ષો જનતાને રિઝવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ મધ્યપ્રદેશ પહોંચ્યા અને ખંડવામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, "જો કોંગ્રેસ ચૂંટણી જીતશે તો બાબર અને ઔરંગઝેબ આખા ભારતમાં આપણા લોકો પર અત્યાચાર કરવાનું શરૂ કરશે." તેમણે જનતાને કોંગ્રેસને મત ન આપવા અપીલ પણ કરી હતી.
'કોંગ્રેસને મત આપવાથી ઔરંગઝેબને વિટામિન મળે છે'
સરમાએ પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે દિગ્વિજય સિંહ હિંદુઓ વિરુદ્ધ બોલે છે ત્યારે લોહી ઉકળી ઉઠે છે. આસામના સીએમએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસને વોટ આપવાનો અર્થ છે દેશમાં 'બાબરો'ને પ્રોત્સાહિત કરવા. જ્યારે કોંગ્રેસને વોટ મળે છે ત્યારે ઔરંગઝેબોને વિટામિન મળે છે.
#WATCH | Khandwa, Madhya Pradesh: Assam CM Himanta Biswa Sarma says, "... Voting for Congress means encouraging the 'Babars' in the country. When Congress gets votes, 'Aurangzebs' get vitamins. If Congress wins, the Babars and Aurangzeb will start their atrocities on our people… pic.twitter.com/Pnp8foXU6t
— ANI (@ANI) November 8, 2023
'કમલનાથ ચૂંટણીલક્ષી હિન્દુ બન્યા'
#WATCH | Khandwa, Madhya Pradesh: Assam CM Himanta Biswa Sarma says, "... Voting for Congress means encouraging the 'Babars' in the country. When Congress gets votes, 'Aurangzebs' get vitamins. If Congress wins, the Babars and Aurangzeb will start their atrocities on our people… pic.twitter.com/Pnp8foXU6t
— ANI (@ANI) November 8, 2023તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કમલનાથ અને કોંગ્રેસ હિન્દુ બની જાય છે. આ દરમિયાન તેમણે મહાદેવ એપ કેસનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે ભૂપેશ બઘેલે રૂ. 500 કરોડનું કૌભાંડ કર્યું છે. તેઓએ મહાદેવ એપ નહીં પણ ભૂપેશ એપ લાવવી જોઈએ.
'કોંગ્રેસની જીત બાદ કર્ણાટકમાં તોફાનો શરૂ'
સરમાએ કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ અને બાબરો અને ઔરંગઝેબોને ઓક્સિજન મળી ગયો. તેમને આ ઓક્સિજન ક્યાંથી મળ્યો તે ખબર નથી, પરંતુ ત્યાં હંગામો શરૂ થઈ ગયો. તેમણે દાવો કર્યો કે જો કોંગ્રેસ જીતે છે, તો તેમના તોફાનો તરત જ શરૂ થઈ જાય છે. આ તેમની રાજનીતિ છે... આપણે કોંગ્રેસના 'ચુંટણીલક્ષી' હિન્દુત્વને નકારી કાઢવું પડશે.