Asia Cup 2023: ભારત-પાકિસ્તાન સુપર-4 મુકાબલા માટે રિઝર્વ ડે, ACCએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-09-08 15:48:43

શ્રીલંકામાં યોજાઈ રહેલી એશિયા કપની મેચોમાં વરસાદ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. વરસાદના વિઘ્નથી  ચિંતિંત એશિયન ક્રિકેટ કાઉન્સિલે  (ACC)આજે મહત્વનો નિર્ણય લીધો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ સુપર-4ના મુકાબલા માટે નિયમો બદલ્યા છે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચમાં વરસાદ વિઘ્નરૂપ બનશે  તો રિઝર્વ દિવસે બંને દેશો વચ્ચે મુકાબલો થશે. એશિયા કપમાં અગાઉ નિયમો મુજબ એક પણ મેચ રિઝર્વ દિવસે રાખવામાં આવી નહોતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રવિવારે  યોજાશે. મહત્વની બાબત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર મેચ-4માં એક માત્ર એવો મુકાબલો છે  જેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર-4ની કોઈ અન્ય મેચ માટે આ સુવિધા રાખવામાં આવી નથી.  એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદને કારણે ફાઈનલ મેચ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવશે અને ટ્રોફી શેર કરવામાં આવશે.


કોલંબોમાં વરસાદની આશંકા


ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આવેલા આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે. કોલંબોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ચિંતાજનક બની છે કે કોલંબો પાસેથી મેચની યજમાની પાછી ખેંચવાની વાત થઈ રહી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે મેચોને હંબનટોટા કે દાંબુલામાં શિફ્ટ કરવા અંગે વિચાર ચાલી રહ્યો હતો. પરંતું એવું થયું નથી, હવે એશિયા કપ માટે બચેલા તમામ મુકાબલા કોલંબોમાં જ યોજાશે.  


આ  છે હવામાનની આગાહી?


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારત-પાકિસ્તાન મેચના દિવસે વરસાદની સંભાવના 90 ટકા સુધી છે. રાત્રે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. દિવસ કરતાં રાત્રે ભારે વરસાદ પડવાની   શક્યતા 96 ટકા સુધી છે. રાત્રે વાદળછાયેલા રહેવાની આશંકા 98 ટકા છે. કોલંબોમાં રવિવારે 10 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના 90 ટકા સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?