ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં પૂૂર્ણ થનારા મુંબઇ-પુણે એક્સપ્રેસ વેના મિસિંગ -લિન્ક પ્રોજેક્ટનું અવલોકન કરવા ગયેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિદેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આ દેશનો પથમદર્શી પ્રોજેક્ટ છે અને તેનાથી લાખો પ્રવાસીઓનેે ફાયદો થશે. તેમણે એવી માહિતી આપી હતી કે તેઓ જ્યાં ઊભા છે તે લોનાવલા તળાવની નીચેની જગ્યા છે જ્યાં ટનલનું કામ પૂર્ણ થયું છે.
મુખ્ય પ્રધાન શિંદેએ મુંબઇ-પુણે એક્સપ્રેસ વે ઉપર ખોપોલીથી કુસગાંવ દરમિયાન મુંબઇ-પુણે એક્સપ્રેસ વે (મિસિંગ-લિન્ક) પ્રોજેક્ટની મુલાકાત લઇને લોનાવલા (સિંહગઢ) ખાતે શરૂ કરાયેલા ભૂગર્ભ ટનલના કામનું નિરિક્ષણ કર્યું હતું. આ અંગે તેમણે પ્રસારમાધ્યમો સાથે વાત કરી હતી. આ સમયે સંસદસભ્ય શ્રીરંગ બારણે, મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળના (એમએસઆરડીએ) મહા સંચાલક રાધેશ્યામ મોપલવાર, જિલ્લાધિકારી ડો. રાજેશ દેશમુખ, પિંપરી-ચિંચવડના પોલીસ આયુક્ત અંકુશ શિંદે, એમએસઆરડીસીના અધીક્ષક અભિયંતા રાહુલ વસઇકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મિસિંગ-લિન્ક પ્રોજેક્ટમાં વિશ્ર્વની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામ અતિશય પડકારજનક છે. લોનાવલા તળાવની ૫૦૦થી ૬૦૦ ફૂટ નીચે આ દુનિયાની અનોખી ભૂગર્ભ ટનલ છે. ભૂગર્ભ ટનલની લંબાઇ ૮ કિલોમીટર છે અનેે વિશ્ર્વની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ટનલ બાંધવામાં આવશે. ભૂગર્ભ ટનલની પહોળાઇ ૨૩.૭૫ મીટર હોવાનું અને તે દેશમાં જ નહીં વિશ્ર્વમાં સૌથી વધારે પહોળાઇ ધરાવતી ટનલ હોવાનુંં કહેવાય છે. મિસિંગ-લીન્ક પ્રોજેક્ટ અંતર્ગત મુંબઇ-પુણે પ્રવાસમાં અડધા કલાકનો ઘટાડો થશે. ભૂગર્ભ ટનલને પગલે ઘાટનો સંપૂર્ણ ભાગટાળવામાં આવશે અને અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થશે એવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએે વ્યક્ત કર્યો હતો.
ભૂગર્ભ ટનલની આ છે ખાસિયત
અંતરમાં ઘટાડો: ૫.૭ કિલોમીટર
સમયનો બચાવ : ૨૦-૨૫ મિનિટ
ટનલની લંબાઇ : ૮ કિલોમીટર
૨.૫ કિલોમીટર લાંબી આ ટનલ લોનાવલા તળાવની નીચેથી ૧૧૪ મીટરથી ૧૭૫ મીટર ઊંડાઇથી પસાર થશે
કેબલ-સ્ટે બિીજ : ૦.૬૫૦ લાંબો અને ૮૨ મીટર
આઠ લેનના એક્સપ્રેસ વેનો ભાગ : ૫.૮૬ કિલોમીટર
ટનલની પહોળાઇ : ૨૩.૭૫ મીટર, એશિયામાં સૌથી વધુ પહોળી