એશિયા કપ 2023માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂર્નામેન્ટની વચ્ચે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) મોટો નિર્ણય લઈ શકે છે. તે શ્રીલંકાના કોલંબોમાં યોજાનારી સુપર-4 સ્ટેજની તમામ મેચોને પલ્લેકેલે શિફ્ટ કરી શકે છે. મેચોને શિફ્ટ કરવા માટે દાંબુલા શહેર અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ પલ્લેકેલમાં શિફ્ટ થવાની શક્યતા વધુ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનિય છે કે આ સમયે કોલંબોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી અહીં સતત વરસાદ રહેશે. આ જ કારણ છે કે ACCએ તમામ મેચો કોલંબોમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
The rain has a final say as the match is Called Off!
Scorecard ▶️ https://t.co/hPVV0wT83S
#AsiaCup2023 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/XgEEkjvrC5
— BCCI (@BCCI) September 2, 2023
ફાઈનલ સહિત સુપર-4ની તમામ મેચો કોલંબોમાં યોજાવાની છે
The rain has a final say as the match is Called Off!
Scorecard ▶️ https://t.co/hPVV0wT83S
#AsiaCup2023 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/XgEEkjvrC5
આ વખતે એશિયા કપ હાઈબ્રિડ મોડલ હેઠળ ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ અંતર્ગત યજમાન પાકિસ્તાનમાં 4 મેચ યોજાવાની છે. જ્યારે ફાઈનલ સહિતની 9 મેચ શ્રીલંકામાં રમાશે. અત્યાર સુધી ગ્રુપ સ્ટેજમાં 4 મેચ રમાઈ છે. આ રાઉન્ડમાં હજુ 2 મેચ રમવાની બાકી છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ગ્રુપ સ્ટેજની કોઈપણ મેચ રમાવાની નથી. જ્યારે ફાઈનલ સહિત સુપર-4 તબક્કાની તમામ મેચો માત્ર કોલંબોમાં જ રમવાની છે. પરંતુ શ્રીલંકાની રાજધાનીમાં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. વરસાદના કારણે મેચ ધોવાઈ જવાની પ્રબળ સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, ACC તમામ સુપર-4 મેચોને રાજધાની કોલંબોથી પલ્લેકેલે અથવા દાંબુલામાં શિફ્ટ કરી શકે છે.