આ વર્ષ ક્રિકેટરસીકો માટે ઘણું સારુ રહેવાનું છે..કેમ કે થોડા જ દિવસોમાં આઈપીએલ શરુ થવાની છે, એના પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ આવવાની છે, ત્યારબાદ એશિયા કપ અને પછી ઓડીઆઈ વર્લ્ડ કપ પણ આવવાનો છે, તેવામાં આ વખતનો ODI વર્લ્ડ કપએ ભારતમાં યોજાવવાનો છે,જ્યારે એ આવનારો એશિયા કપ એ પાકિસ્તાનમાં થવા જઈ રહ્યો છે. ત્યારે એશિયા કપ રમવા ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે કેમ તેના પર ઘણાં સવાલો છે.
એશિયા કપ પાકિસ્તાનમાં જ યોજાશે
એશિયા કપ 2023ને લઈને છેલ્લાં કેટલાંય સમયથી વિવાદો ચાલી રહ્યાં છે. બંને દેશોના રાજનૈતિક સંબંધો સારા ન હોવાને કારણે બીસીસીઆઈએ પહેલાં જ કહી દીધું હતું કે ટીમ ઈન્ડિયા કોઈપણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય..કેમ કે ભારતીય ખેલાડીઓની સુરક્ષા બીસીસીઆઈ માટે પહેલી પ્રાયોરીટી છે, એશિયા કપ નહીં. ત્યારબાદ પીસીબી એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સામે એવું નિવેદન આપ્યું હતું કે જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ આવનારા વનડે વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય.આ વિવાદોની વચ્ચે હવે એવા સમાચારો આવ્યાં છે કે આ વર્ષનો એશિયા કપ એ પાકિસ્તાનમાં જ યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા એ એશિયા કપ રમવાની પણ છે.
ભારતની મેચો પાકિસ્તાનની બહાર રમાશે
પણ અહીંયા પ્લાનમાં થોડો ચેન્જ છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન પાસે જ આ એશિયા કપ યજમાની રહેવાની છે, પણ ભારતની મેચો અન્ય કોઈ દેશોમાં રમાશે…હાલ જે માહિતી મળી રહી છે, તે મુજબ ઓમાન, યુએઈ, શ્રીલંકા અથવા ઈંગ્લેન્ડમાંથી કોઈ એક દેશમાં ભારતની મેચ રમાઈ શકે છે. તેથી 1984થી આયોજીત થતા આ એશિયા કપમાં પહેલી વખત એવું બનશે કે આ ટુર્નામેન્ટ એક નહીં પણ બે દેશોમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મેચ રમાવવાની શક્યતાઓ
જો આવનારા એશિયા કપની વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન બંને એક જ ગ્રુપમાં છે, અને આ ગ્રુપમાં વધુ એક ટીમ ક્વોલિફાય કરીને સ્થાન મેળવશે, જ્યારે બીજા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકાને રાખવામાં આવ્યા છે. બંને ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-4માં જશે, અને સુપર-4ની ટોપ 2 ટીમોને ફાઈનલમાં સ્થાન મળશે, તેથી ઈન્ડિયા પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી 2 મેચ તો રમાવાની જ છે. આ સિવાય જો ભારત અને પાકિસ્તાન બંને ફાઈનલમાં પહોંચે છે તો આ ટીમો વચ્ચે કુલ 3 મેચ રમાવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
આ એશિયા કપ વન ડે ફોર્મેટમાં રમાશે
આ ઉપરાંત આવનારો એશિયા કપ એ ટી20 ફોર્મેટને બદલે વન ડે ફોર્મેટમાં રમાશે, એટલે કે 50 ઓવરમાં રમાશે. આ નિર્ણય આવનારા ઓડીઆઈ વિશ્વ કપને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી ખેલાડીઓને વર્લ્ડ કપ માટે પૂરતો સમય મળે અને તેઓ પૂરતી પ્રેક્ટિસ કરી શકે.