એશિયા કપ 2023માં આજે બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાશે. સુપર-4 રાઉન્ડની આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી રમાશે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બેટ્સમેનો માટે લિટમસ ટેસ્ટ બની રહી છે. ખાસ કરીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહ મુશ્કેલી ઊભી કરી શકે છે. કોહલી અને રોહિત હંમેશા શાહીન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે પરંતુ કોલંબોની આ પીચ આજે કોહલી અને રોહિતની ખરી પરીક્ષા લેશે. વાસ્તવમાં, કોલંબોની આ પિચ બોલિંગ માટે મદદગાર સાબિત થઈ શકે છે. જો આકાશ વાદળછાયું હોય તો ઝડપી બોલરો પોતાની સ્વિંગથી હાહાકાર મચાવી શકે છે. કોલંબોમાં હવામાન પર નજર કરીએ તો મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વધુ છે.
Revved up and ready! ????????
Game mode ???? as we look ahead to the Sunday clash.#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/DJnaITYmAF
— Pakistan Cricket (@TheRealPCB) September 9, 2023
ટીમમાંથી કોનું પત્તું કપાશે?
Revved up and ready! ????????
Game mode ???? as we look ahead to the Sunday clash.#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/DJnaITYmAF
પાકિસ્તાને એક દિવસ પહેલા જ પોતાના પ્લેઈંગ XI અંગેની જાહેરાત કરી દીધી છે. જોકે, ભારતે હજુ સુધી જાહેરાત કરી નથી. સૌથી મોટી સમસ્યા ઈશાન કિશન અને કેએલ રાહુલના નામની છે. એક બદલાવ પાક્કો છે કે જે જસપ્રીત બુમરાહના કમબેકના કારણે થશે. પોતાના ઘરે પારણું બંધાવાનું હતું જેના કારણે બુમરાહ શ્રીલંકાથી મુંબઈ પરત ફર્યો હતો. પરંતુ હવે તેની પાકિસ્તાન સામેની મેચમાં એન્ટ્રી લગભગ નક્કી જ માનવામાં આવી રહી છે. આવામાંથી ટીમમાંથી કોનું પત્તું કપાશે તે સૌથી મોટો મુદ્દો બનેલો છે. મહત્વનું છે કે કેએલ રાહુલ લાંબા સમય પછી ટીમમાં પરત ફર્યો છે જ્યારે ઈશાન કિશને અગાઉની પાકિસ્તાન સામેની રદ્દ થયેલી મેચમાં મહત્વની ઈનિંગ્સ રમી હતી.
પાકિસ્તાને બોલિંગ તાકાત વધારી
પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે એક દિવસ પહેલા જ આ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની પ્લેઈંગ-11માં એક ફેરફાર થયો છે. મોહમ્મદ નવાઝ ભારત સામે ગ્રુપ સ્ટેજની મેચમાં રમતા જોવા મળ્યો હતો. હવે બીજી મેચમાં નવાઝની જગ્યાએ ફહીમ અશરફને જગ્યા મળી છે. આ રીતે, પાકિસ્તાને તેની ઝડપી બોલિંગની ધાર વધુ તેજ કરી છે. જસપ્રીદ બુમરાહનું કમબેક લગભગ નિશ્ચિત છે. તેને મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરનો સાથ મળશે. ઓલરાઉન્ડર અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાનો પણ સાથ મળી શકે છે. સ્પિનમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની ફિરકી નજરે પડશે.
શુભમન ગિલ કેવો કમાલ કરશે?
ઓપનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી પર નજર રહેશે. પાકિસ્તાન સામે મહત્વની મેચમાં અહીં બદલાવ થવાની સંભાવનાઓ ઓછી છે. વિરાટ કોહલી, શ્રેયસ ઐયરની જગ્યા પણ પાક્કી માનવામાં આવી રહી છે. સવાલ ઈશાન કિશન અને કેએલ રાહુલને લઈને થઈ રહ્યો છે, આ બન્નેમાંથી એકે બહાર બેસવું પડી શકે છે. જાણકારોનું માનવું છે કે ટોપ ફોર્મમાં ચાલી રહેલા ઈશાન માટે કેએલ રાહુલે હમણાં રાહ જોવી પડશે.
ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ/ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી/મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાનના પ્લેઈંગ-11
બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફહીમ અશરફ, હારીસ રઉફ, નસીમ શાહ અને શાહીન. શાહ આફ્રિદી.