Asia Cup 2023: ક્રિકેટના મેદાનમાં થશે IND Vs Pakના ખેલાડીઓનો મહામુકાબલો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ અને કોણ છે Playing 11


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-02 10:19:37

એશિયા કપ 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાલબો છે. વિશ્વભરના લોકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર છે. શ્રીલંકા ખાતે બંને ટીમો વચ્ચે મેચ રમાવાની છે. ભારતીય સમયાનુસાર આ મેચ 3 વાગ્યે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર થવાની છે. શ્રીલંકાના કેન્ડી ખાતે મેચ રમાવવાની છે. ચાર વર્ષ બાદ વન ડે ફોર્મેટમાં બંને ટીમે ટકરાવા જઈ રહી છે. 50 ઓવરની મેચ હશે. આ મેચમાં ભારતીય ટીમની જવાબદારી રોહિત શર્માના ખભા પર છે, મતલબ કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત  શર્મા છે. 


ભારત પાકિસ્તાનને લઈ દર્શકોમાં અલગ પ્રકારનો ઉત્સાહ


ભારત પોતાની પ્રથમ મેચ (એશિયા કપ)માં પાકિસ્તાન સામે રમશે,જ્યારે પાકિસ્તાની આ ટુર્નામેન્ટમાં બીજી મેચ છે. ભારત અને પાકિસ્તાનની મેચ હોવાને કારણે ક્રિકેટ ફેન્સમાં અલગ જ પ્રકારોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર્શકોમાં અલગ ઉત્સાહ છે.  દુનિયાભરની નજર આ મેચ પર રહેલી છે. મેચ ભલે કોઈ પણ  જીતે પરંતુ મેચ દરમિયાન હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળવાનો છે. જો ખેલાડીઓની વાત કરીએ તો ભારત પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સ્ટાર્સ પ્લેયર્સ છે તો પાકિસ્તાન પાસે મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ જેવા પ્લેયર્સ છે. 


આ પ્લેયર્સ પર રહશે દરેકની નજર 


મહત્વનું છે ભારતીય ટીમમાં ટોપ ઓર્ડર ઘણો મજબૂત છે, ભારત પાસે રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા જેવા મજબૂત ખેલાડીઓ છે, ત્યાર બાદ બોલર્સની વાત કરીએ તો ભારત પાસે જસપ્રીત બુમરાહ,મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ જેવા મજબૂત ખેલાડીઓ પણ છે.


ભારતીય ખેલાડીઓ પર ભારે પડી શકે છે પાકિસ્તાનના આ પ્લેયર્સ


જો ભારતીય બેટર્સ ઓછા રન બનાવી જલ્દી આઉટ થઈ જાય છે તો ભારતીય ટીમ માટે મેચ અઘરી સાબિત થઈ શકે છે. જો ભારતના ખેલાડીઓ જલ્દી આઉટ થઈ જાય છે તો પ્રશેર પાકિસ્તાનના ખેલાડીઓ પર નહીં પરંતુ ભારતના ખેલાડીઓ પર વધુ આવી શકે છે. પાકિસ્તાનના પ્લેયર્સની વાત કરીએ તો. તેમની પાસે મજબૂત બોલર્સ છે, શાહીન આફ્રિદી તેમજ હારિસ રઉફની બોલિંગ ભારતના ખેલાડીઓને ભારે પડી શકે છે. જ્યારે બાબર આઝમ, ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન જેવા બેટર્સ પણ ભારતીય ટીમ પર હાવી થઈ શકે છે.



બંને ટીમના સંભવિત પ્લેઈંગ 11


ભારત:  રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર/મોહમ્મદ સિરાજ.


 પાકિસ્તાન:  ફખર ઝમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન. અગાહ સલમાન, ઈફ્તિકાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?