ક્રિકેટપ્રેમીઓ જેની બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે એશિયા કપ ટુર્નામેન્ટનો આગામી 31 ઓગસ્ટથી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ 17 સપ્ટેમ્બર સુધી યોજાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ વચ્ચે આ ટુર્નામેન્ટની 13 મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. ટુર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. તે ઉપરાંત અન્ય 9 મેચોનું આયોજન શ્રીલંકામાં થશે.
India ‘A’ and Bangladesh ‘A’ are standing firm at the top of their respective groups! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/hkdKI0Lflj
— AsianCricketCouncil (@ACCMedia1) June 15, 2023
વિવાદનો આવ્યો સુખદ નિવેડો
India ‘A’ and Bangladesh ‘A’ are standing firm at the top of their respective groups! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/hkdKI0Lflj
— AsianCricketCouncil (@ACCMedia1) June 15, 2023અત્રે ઉલ્લેખનિય છે કે એશિયા કપની મેચોને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પાકિસ્તાનમાં 4 મેચ રમાશે, બાકીની 9 મેચ શ્રીલંકામાં આયોજીત કરવામાં આવશે. એશિયા કપના આ એડિશનમાં બે ગ્રૂપ હશે. આ વખતે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતું ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જવા માટે તૈયાર નહોંતી. આજ કારણે હાઈબ્રિડ મોડેલને પસંદ કરવામાં આવ્યું છે.
વધુ અપડેટ માટે જોતા રહો જમાવટ....