ભારત-પાક ટીમ વચ્ચે મહામુકાબલો, જાણો કોનું પલડુ રહેશે ભારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 12:32:04

ભારત-પાકિસ્તાન મુકાબલામાં હવે એક માત્ર દિવસ જ બાકી રહ્યો છે. આ મેચ જોવા માટે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુએઈમાં જ યોજાયેલ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. જો કે ત્યાર બાદ પરિસ્થિતી ઘણી બદલાઈ ગઈ છે. ટીમની પાસે રોહિત તરીકે નવો કેપ્ટન અને નવો કોચિંગ સ્ટાફ છે. જ્યારે પાકિસ્તાન ટીમ પોતાના દિગ્ગજો વિના ઉતરશે. ભારતીય ટીમનો સૌથી મોટો અને આત્મ વિશ્વાસ વધારતી બાબત એ છે  કે એશિયા કપમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. ટીમ 8 વર્ષથી હારી નથી. ટીમ 11 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 2 વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તે 2016 અને 2018માં વિજેતા બની હતી. 


કઈ ટીમ કેટલી મજબુત


પાકિસ્તાનના જ જાણીતા ક્રિકેટર દાનિશ કનેરિયા ટીમ ઈન્ડિયાને જીતની પ્રબળ દાવેદાર ગણાવી ચુક્યા છે. જોકે ભારત અને પાકિસ્તાનની ટીમ મેદાન પર કેટલી મજબુત છે તે જાણવું રસપ્રદ બની રહેશે. ભારતનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની મુજબુત બેટીંગ લાઈન છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી,કે એલ રાહુલ ઉપરાંત હાર્હિક પડ્યા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન સહિતના ઓલરાઉન્ડર છે. જ્યારે સામે પક્ષે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હોવાથી તેમનું બોલિંગ એટેક નબળું છે. ભારત પાસે જાડેજા, હાર્દિક અને સૂર્યકુમાર જેવા શાનદાર ફિલ્ડર છે. જ્યારે ફિલ્ડિંગ પાકિસ્તાનની સૌથી મોટી નબળાઈ છે. તેમનો એક માત્ર શ્રેષ્ઠ ફિલ્ડર શાદાબ છે. પાક ટીમ અનુભવી ખેલાડી મલિક અને હફિઝ વિના મેદાનમાં ઉતરશે. બાબર- રિઝવાન ઈનિંગ્સનો પ્રારંભ મળશે, મિડલ ઓર્ડરને લાભ મળશે. ફખર, હૈદર, ઈફ્તિખારને સારી શરૂઆત મળે તેઓ મોટી ઈનિંગ્સ રમી શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ 4 સ્પિનર્સની પસંદગી કરી છે, ટીમને જશપ્રીત બુમરાહની ખોટ પડી શકે છે. ટીમ પાસે જાડેજા અને અશ્વિન જેવા ઓલરાઉન્ડર છે. ચહલ ઉપરાંત બિશ્નોઈ ઝડપી લેગ-બ્રેક નાંખવામાં માહેર છે. ઝડપી બોલિંગ યુનિટ થોડું નબળું છે. આવેશ દબાણમાં થોડો મોઘો સાબિત થાય તેવું લાગી રહ્યું છે. ભુવનેશ્વર કુમારની જેમ અર્શદીપ પણ ડાબોડી બોલર છે. પાકિસ્તાનની ટીમ પાસે નસીમ, રઉફ અને શાહનવાઝ જેવા ઝડપી બોલિંર છે. જો કે પાક ટીમને શાહીન શાહ આફ્રિદીની ખોટ પડશે. પાકિસ્તાન પાસે ડાબોડી ઝડપી બોલર ન હોવાથી ભારતીય ટીમ તેનો લાભ લઈ શકશે. પાક ટીમ ઉસ્માન કાદિર, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ જેવા સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?