એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં યોજાયેલી મેચ ભારે રસાકસી બાદ અંતે ભારતે જીતી લીધી હતી. છેલ્લી ઓવર સુધી મેચનો રોમાંચ જોવા મળ્યો હતો. મેચ બાદ પાકિસ્તાની ફેન્સના અલગ-અલગ પ્રત્યાઘાત જોવા મળ્યા. આ તમામમાં મોમિન શાકિબ તેના વીડિયોના કારણે હાલ ચર્ચામાં છે.
ઈન્સ્ટાગ્રામ પર મોમિન શાકિબે મેચના દિવસે અનેક વીડિયો શેઅર કર્યા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ પડી ત્યારે મોમિન એમ્બ્યુલન્સ શોધતો નજરે પડ્યો હતો. વીડિયોમાં તે રડતા-રડતા કહીં રહ્યો હતો, ' હવે શું કરીએ બાબર પણ આઉટ થઈ ગયો, રિઝવાન પણ ગયો, મારા માટે એમ્બ્યુલેંસ લઈ આવો'
આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં મોમિન શાકિબ રડતો-રડતો ટિશ્યુથી પોતાના આંસુ લુછતો જોવા મળે છે. મેચ પુરી થયા પછી પણ તે સ્ટેડિયમમાં બેસીને આંસુ લુછતો વીડિયો સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થયો છે.
ભારત મેચ જીત્યા બાદ મોમિન શાકિબે ટીમ ઈન્ડિયાના પુર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મેચ જીતાડવામાં સિંહફાળો આપનારા હાર્દિક પડ્યા સાથે મુલાકાત કરી હતી. વિરાટ કોહલી સાથે વાત કરતા મોમિન શાકિબે કહ્યું હતું કે આશા છે કે બંને ટીમ ફાઈનલમાં એકબીજા સાથે ફરી ટકરાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે મોમિન શાકિબ સોશિયલ મિ઼ડીયા પર એક મોટા સુપરસ્ટાર છે, વન ડે વર્લ્ડ કપ 2019માં જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે પણ તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તેમણે પરાજયનું રિએક્સન આપતા કહ્યું હતું 'ઓ ભાઈ મને મારો', ત્યારથી જ મોમિન સાકિબ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય બન્યા છે.