ASIની ટીમ સર્વે માટે પહોંચી GyanVapi, હિંદુ તેમજ મુસ્લીમ ધર્મ બાદ આ મામલે ઝંપલાવ્યું બૌદ્ધ ધર્મએ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-04 11:14:41

જ્ઞાનવાપી મસ્જિદનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ મામલાની સુનાવણી દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહી છે. એ વિવાદ ચાલી રહ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ છે કે મંદિર. અલ્હાબાદ હાઈકોર્ટની મંજૂરી મળ્યા બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ જ્ઞાનવાપી સંકુલ પહોંચી ગઈ છે. 61 સભ્યોની ટીમ ત્યાં સર્વે કરશે. સર્વે કરવા માટે અનેક કેમેરા, વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ કેસની સુનાવણી ચાલી રહી હતી તે સમયે એક નવો વળાંક આવ્યો. 

જ્ઞાનવાપી તો બૌદ્ધ મઠ છે!

જ્યારે આ મામલે સુનાવણીઓ સુપ્રીમ કોર્ટમાં ચાલતી હતી અને તપાસ વગેરે થઈ રહી હતી ત્યારે આ કેસમાં સૌથી રસપ્રદ બનાવ સામે આવ્યો છે. હિંદુ મુસ્લીમ ધર્મના લોકો કહી રહ્યા હતા કે જ્ઞાનવાપી મારું છે મારું છે તેની વચ્ચે ચર્ચામાં બૌદ્ધ ધર્મના ગુરુ આવ્યા છે જેણે દાવો કર્યો છે કે જ્ઞાનવાપી તો મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી જ્ઞાનવાપી તો બૌદ્ધ મઠ છે. 


બૌદ્ધ ધર્મના ધર્મ ગુરુ સુમિત રતન ભંતેએ કોર્ટમાં કરી આ મામલે અરજી  

જ્ઞાનવાપી મામલે બે ધર્મ પોતાનો દાવો કરી રહ્યા હતા આ જગ્યા અમારી છે આ જગ્યા અમારી છે તેની વચ્ચે હવે ત્રીજો ધર્મ પણ આવ્યો છે જેનું કહેવું છે કે જ્ઞાનવાપી તો મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી. જ્ઞાનવાપી તો બૌદ્ધ મઠ છે. જો કે સામાન્ય નિવેદનથી કંઈ ન થાય એવામાં તો કોઈ નિવેદન આપીને નિકળી પણ જાય અને જો વિવાદ વધે તો માફી પણ માગી લે. પણ આ કેસમાં તો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. બૌદ્ધ ધર્મના ધર્મ ગુરુ સુમિત રતન ભંતેએ સર્વૌચ્ચ અદાલતમાં દાવો કરીને અરજી કરી છે કે જ્ઞાનવાપી બૌદ્ધ મઠ છે. આવો દાવો ભંતેજીએ એટલા માટે કર્યો છે કારણ કે જ્ઞાનવાપીમાં ત્રિશૂળ અને સ્વસ્તિકનું નિશાન જોવા મળ્યું છે અને બૌદ્ધ ધર્મના ભંતેજીના જણાવ્યા મુજબ આ બધા ચિહ્નો બૌદ્ધ ધર્મના છે. 

મઠોને તોડીને તેના પર મંદિર અથવા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું! 

સુમિત રતન ભંતેના જણાવ્યા મુજબ કેદારનાથ અથવા જ્ઞાનવાપી મસ્જિદમાં જે જ્યોતિર્લિંગ છે તે ખરેખર બૌદ્ધના સ્તૂપ છે. માટે જ્ઞાનવાપી ન તો મંદિર છે અને ન તો મસ્જિદ છે. જ્ઞાનવાપી તો બૌદ્ધ મઠ છે. જૈન અને બૌદ્ધ મઠોને તોડીને તેના પર મંદિર અથવા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિર મસ્જિદ અને બૌદ્ધ મઠ પોતાના મૂળ સ્વરૂપમાં લાવવા જરૂરી છે. ભંતેજીના જણાવ્યા મુજબ અત્યારે તો તેમણે માત્ર જ્ઞાનવાપી મામલે જ અરજી કરી છે. ભવિષ્યમાં તે કેદારનાથ, બદરીનાથ સહિત બીજા મંદિરો અને મસ્જિદોનું મૂળ સ્વરૂપ શું છે તે જાણવા અરજી દાખલ કરશે. તેમના જણાવ્યા મુજબ સનાતન અને બૌદ્ધ ધર્મ સૌથી જૂના ધર્મો છે. ત્યાર પછી ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આવ્યા છે. ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ વિભાગ જો સરખી રીતે સર્વે કરશે તો ત્યાં બૌદ્ધ મઠ જ જોવા મળશે તેવું ભંતેનું માનવું છે. 


બૌદ્ધ ધર્મને લઈ તેમણે કહી આ વાત!

ભંતેજીનું કહેવું છે કે હિંદુ ધર્મ 1200 વર્ષ પહેલા આવ્યો છે અને ઈસ્લામ ધર્મ 1500 વર્ષ પહેલા આવ્યો છે. પણ બૌદ્ધ ધર્મ અઢી હજાર વર્ષ પહેલા આવી ગયો હતો. બૌદ્ધ મઠોનો પણ સર્વેક્ષણ કરીને બૌદ્ધને પણ તેમના મઠો પાછા આપવા જોઈએ. જો યોગ્ય રીતે નિર્ણય લેવામાં આવશે તો ત્યાં બૌદ્ધ મઠ જ નીકળશે તેવું ભંતેનું કહેવું છે. 


તપાસ દરમિયાન અનેક હકિકતો આવી શકે છે સામે 

આપણે જાણીએ છીએ કે જ્ઞાનવાપી વિવાદની શરૂઆત 1991માં થઈ હતી પણ પછી તે મુદ્દો એકદમ શાંત પડી ગયો હતો. પણ લોકોની ધાર્મિક ભાવના અચાનક જાગતા ફરી જ્ઞાનવાપીનો વિવાદ સામે આવે છે અને પાંચ મહિલાઓ જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા અર્ચના કરવા માટે પરવાનગી માગવા અરજી કરે છે અને પછી ન્યાયાલમાં આ મુદ્દો ચાલે છે જે હજુ પણ ચાલી જ રહ્યો છે. આ મામલે હવે તપાસ કરવામાં આવશે ત્યારે જ હકિકતની બાબતો સામે આવશે. પણ ત્યાં મંદિર હોય, મસ્જિદ હોય કે બૌદ્ધ મઠ હોય. આપણો ભારતીય તરીકે એક જ મંત્ર હોવો જોઈએ કે આપણે હળીમળીને રહેવાનું છે અને ભારતના બંધુતાના મૂળ તત્વને આગળ વધારવાનું છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..