વિપક્ષી નેતાઓના ફોન હેક કરવાની કોશિશ સરકારે કરી છે તેવા આરોપ અનેક નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. એપલ કંપની દ્વારા નેતાઓને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. આ લિસ્ટમાં કોંગ્રેસના અનેક નેતાઓ, આમ આદમી પાર્ટીના સાંસદ, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓના નામ સામેલ હતા. આ બાદ રાજકારણ ગરમાયું છે. સરકારને ઘેરવાનો પ્રયાસ વિપક્ષ દ્વારા તેમજ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. અદાણી મુદ્દે સરકાર પર રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. તો બીજી તરફ કેન્દ્રીય Telecommunication Minister અશ્વિની વૈષ્ણવે સરકાર વતી જવાબ આપ્યો છે.
અશ્વિની વૈષ્ણવે વિપક્ષના આરોપને નિરાધાર ગણાવ્યા
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા આ વાતને વખોળી છે! સરકાર પર લગાવામાં આવતા આરોપનો જવાબ તેમણે આપ્યો છે. જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે જાસુસીનો આરોપ લગાવી દેવામાં આવે છે. વિપક્ષનો આરોપ નિરાધાર છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આપણા કેટલાક ટીકાકારો એવા છે જે હંમેશા ખોટા આક્ષેપો કરતા રહે છે. તેઓ દેશની પ્રગતિ નથી ઈચ્છતા.
Opposition leaders TMC's Mahua Moitra, Shiv Sena's (UBT) Priyanka Chaturvedi and Congress leaders Shashi Tharoor and Pawan Khera say they have received warnings from their phone manufacturer about "state-sponsored attackers trying to compromise their phone" pic.twitter.com/ecQcIenHOT
— ANI (@ANI) October 31, 2023
વિપક્ષી નેતાઓનો શું છે દાવો?
Opposition leaders TMC's Mahua Moitra, Shiv Sena's (UBT) Priyanka Chaturvedi and Congress leaders Shashi Tharoor and Pawan Khera say they have received warnings from their phone manufacturer about "state-sponsored attackers trying to compromise their phone" pic.twitter.com/ecQcIenHOT
— ANI (@ANI) October 31, 2023દેશમાં વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી. નેતાઓનો દાવો છે કે ફોન બનાવનાર કંપની તરફથી તેમને એક ચેતવણી રૂપ એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. એ એલર્ટમાં તેમને ચેતવણી આપવામાં આવી છે સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક વિપક્ષી નેતાઓએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, કોંગ્રેસના નેતા શરીર થરૂર, પવન ખેરા તેમજ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના ફોનના આવા સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે આવો મેસેજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા, સપાના અખિલેશ યાદવને પણ આવ્યો છે.