કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના કાફલા પર બિહારમાં ખેડૂતોએ કર્યો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2023-01-12 20:21:20

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ગુરુવારે બિહારના બક્સરમાં વિરોધનો સામનો કરવો પડ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ મંત્રીના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. વાસ્તવમાં અશ્વિની ચૌબે બક્સરથી સાંસદ છે. આજે અશ્વિની ચૌબે 86 દિવસથી વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા બક્સરના બનારપુર પહોંચ્યા હતા. પરંતુ તેમને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. અશ્વિની ચૌબે જીવ બચાવવા કારમાં બેસીને ભાગી ગયા હતા. 


ખેડૂતો શા માટે ગુસ્સે થયા?


બક્સરના બનારપુરમાં 86 દિવસથી વધુ સમયથી ખેડૂતો જમીનના વળતરની માંગ સાથે ધરણા પર બેઠા છે. બે દિવસ પહેલા જ પોલીસે તેમના પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. આ પછી ખેડૂતોએ પોલીસ સામે મોરચો ખોલ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણની સ્થિતી સર્જાઈ હતી. 


86 દિવસથી તમે ક્યાં હતા


કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ખેડૂતો સમક્ષ ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે ખેડૂતોએ આંટલા દિવસો તમે ક્યા હતા? તેવો સવાલ કરતા મંત્રીજી પાસે તેનો કોઈ જવાબ ન હતો આથી ખેડૂતોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો  હતો અને તેમણે અશ્વિની ચૌબે સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમના વિરોધમાં નારેબાજી પણ કરી. અશ્વિની ચૌબે મુર્દાબાદનાં નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આવા સમયે સુરક્ષાકર્મીઓએ અશ્વિની ચૌબેને ટોળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?