અશોક ગેહલોતે કોંગ્રેસ હાઈ કમાન્ડનું નાક દબાવવાનું શરૂ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 22:04:46

અશોક ગેહલોતના સમર્થનના 82 જેટલા ધારાસભ્યો અનિશ્ચિત મુદત માટે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે આ ધારાસભ્યો ગમે ત્યારે પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે. 


સચિન પાયલટને CM ન બનવા દેવા માટે પ્રેશર ટેક્નિક 

રાજસ્થાનમાં રાજનીતિના ખળભળાટ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે CM ગેહલોતે અધ્યક્ષ બનતા પહેલા જ ગાંધી પરિવારને પડકાર ફેંક્યો છે. 82 જેટલા ધારાસભ્યોને ભેગા કરીને રાજીનામાનો ખેલ શરૂ. કરી દેવાયો છે. તેનો હેતુ માત્ર એક સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનવા દેવાનો છે.


કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે અશોક ગેહલોત

સ્થાનિક સૂત્રોના મારફતેથી જાણવા મળી રહ્યું છે કે અશોક ગેહલોત દિલ્લીમાં બેઠેલી કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશોક ગેહલોતને ગાદી છોડ્યા બાદ પોતાના વ્યક્તિને રાજસ્થાનના મુખ્યમંત્રી પદે બિરાજવાનો પ્રયાસ છે. જો સચીન પાયલટ રાજસ્થાનના મુખ્યમંત્રી બની જાય તો અશોક ગેહલોતનો રાજસ્થાન પરથી કંટ્રોલ હટી જશે. પોતાનું બનાવેલું ઘર અશોક ગેહલોત પોતાના જ હાથે તોડવા નથી માગતા આથી તેઓ પ્રેશર ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. 


સમાચાર અપડેટ થઈ રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?