રાજસ્થાનમાં અશોક ગેહલોતની મુશ્કેલી વધી, હવે મુખ્યમંત્રીની ખુરશી પણ જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 16:00:12

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવી ચુકેલા અશોક ગેહલોત પહેલા કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાંથી ફેંકાઈ ગયા. હવે તેમના મુખ્યમંત્રી પદ પર પણ તલવાર લટકી રહી છે. આ દરમિયાન દિલ્હી પહોંચેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે તેઓ કોંગ્રેસ હાઈકમાનનો દરેક નિર્ણય માનશે, તેમના માટે પદ મહત્વ નથી ધરાવતું. 


અશોક ગેહલોતના સીએમ પદ અંગે સોનિયા ગાંધી નિર્ણય કરશે


કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત બાદ ગેહલોતે શુક્રવારે (30 સપ્ટેમ્બર)એ કહ્યું કે રાજસ્થાનમાં જે થયું એ મારા વ્યવહાર વિરૂદ્ધ હતું. ગેહલોતે ગુરૂવારે (29 સપ્ટેમ્બર)એ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગેહલોતે કહ્યું હતું કે તેઓ હવે અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે. સાથે જ તેમણે કહ્યું કે તેમના મુખ્યમંત્રી પદ પર બની રહેવા વિશે નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. આ મહત્વની મુલાકાતો બાદ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પણ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈને સોનિયા ગાંધી આવતા એક-બે દિવસમાં નિર્ણય કરશે. ત્યાર બાદથી મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ વધી ગયું છે.


પાયલટે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી


ગેહલોતની સોનિયા ગાંધી સાથે મુલાકાતના થોડીકવાર બાદ રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ 10 જનપથ પહોંચ્યા. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પાયલટે કહ્યું કે રાજસ્થાનના ઘટનાક્રમને લઈને તેમણે પોતાની ભાવનાઓથી કોંગ્રેસ અધ્યક્ષને અવગત કરાવી દીધા છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે