રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલી વધી રહી છે. મુખ્યમંત્રીના પદ માટે અશોક ગેહલોતનો મોહ હવે તેમને ભારે પડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહેલા અશોક ગેહલોતને કોંગ્રેસ હાઈ કમાન તરફથી આજે મોટો ઝટકો લાગ્યો છે. હવે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે. ગઈકાલે જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોના બળવા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે આકરુ પગલું ભરતાં અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર કરી દીધા છે.
Delhi: Mallikarjun Kharge, Ajay Maken to submit report to Sonia Gandhi on Rajasthan political crisis
Read @ANI Story | https://t.co/mUti3Vur41#RajasthanPoliticalCrisis #AjayMaken #SoniaGandhi #MallikarjunKharge pic.twitter.com/7Ne3njjo12
— ANI Digital (@ani_digital) September 26, 2022
અશોક ગેહલોતને હાથના કર્યા હૈયે વાગ્યા
Delhi: Mallikarjun Kharge, Ajay Maken to submit report to Sonia Gandhi on Rajasthan political crisis
Read @ANI Story | https://t.co/mUti3Vur41#RajasthanPoliticalCrisis #AjayMaken #SoniaGandhi #MallikarjunKharge pic.twitter.com/7Ne3njjo12
મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટની વરણી થવાની ચર્ચાની વચ્ચે ગઈકાલે સીએમ ગેહલોતના વફાદાર 82 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. સમગ્ર ઘટના બાદ સોનિયા ગાંધી દ્વારા મલ્લિકાર્જન ખડગે અને અજય માકનને આ મુદ્દાનો ઉકેલ લાવવાનું જણાવીને હાઈકમાન્ડને રિપોર્ટ આપવાનું જણાવાયું હતું. જે અનુસાર આ બન્ને નેતાઓ આજે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યાં હતા અને તેમને રિપોર્ટ સોંપ્યો હતો. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે હાઈકમાન્ડ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી લડે તેવું નથી ઈચ્છતો.
ગેહલોત આઉટ થતાં અન્ય નેતાઓ માટે માર્ગ મોકળો થયો
અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી ફેંકાઈ ગયા બાદ હવે કોંગ્રેસના ચાર નેતાઓ મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ મુખ્ય દાવેદાર મનાય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક, કમલનાથ જેવા નેતાઓ પણ અધ્યક્ષ પદની રેસમાં આવી ગયા છે. એટલું જ નહીં દિગ્વિજય સિંહ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધીના નજીકના સાથી અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ પદની ચૂંટણી માટે કોને સમર્થન આપવું જોઈએ તે અંગે મંથન કરી રહ્યા છે. અગાઉ ગાંધી પરિવારે અશોક ગેહલોત પર મન બનાવી લીધું હતું, પરંતુ તેમના આ કૃત્યને કારણે તેઓ ગાંધી પરિવારનો વિશ્વાસ ગુમાવી બેઠા છે.