ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારક બન્યા અશોક ગેહલોત, સત્તાપક્ષ પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-29 13:22:37

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી અને ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય  નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવી રહ્યા. કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. હાલ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યો છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નથી આવી. 

ભાજપનો એજન્ડા છે ચૂંટણી પંચને પ્રભાવિત કરો - ગેહલોત 

ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે. પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન તેમણે કોંગ્રેસનો પ્રચાર તો કર્યો સાથે સાથે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર પણ કર્યા. સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે ભાજપ પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમ પૂરા નહીં થાય ત્યાં સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નહીં આવે.ભાજપ ચૂંટણીપંચ પર પ્રભાવ નાખે છે. ગુજરાત બદલાવ માગે છે.

 

ગેહલોતે આપને પણ લીધી આડેહાથ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કેજરીવાલ પેકેજ આપે છે. પહેલું પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. બીજુ પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. કોંગ્રેસના વખાણ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં લોકતંત્રને જીવંત રાખ્યું છે. અનંત પટેલ પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે લોકતંત્ર માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો દાખલો સામે છે. દેશમાં તણાવનો માહોલ છે. રાહુલ ગાંધીએ જે ગેરેન્ટી આપી છે તે તમામ વચનો અમે લોકોને આપીશુ.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?