ગેહલોત અને રાહુલ ગાંધી, ચૂંટણીમાં લાવશે આંધી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:45:31


2017ની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી દીધી છે ત્યારે આજે કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે આવશે અને આવતીકાલે ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓની કામગીરી અને આગામી યોજનાના માર્ગદર્શન માટે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે. 


અશોક ગેહલોત આજે ગુજરાત પ્રવાસે આવવાના છે પરંતુ કોંગ્રેસ પક્ષના કહેવા મુજબ અશોક ગેહલોત આજે નહીં પરંતુ આવતીકાલે રાહુલ ગાંધી સાથે જ ગુજરાત આવી શકે છે. અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પણ હોવાના કારણે પ્રવાસ વિશે વિશેષ યોજના બનાવવાની રહેતી હોવાના કારણે આજના પ્રવાસ મામલે કંઈ પુષ્ટિ થઈ શકી ના હતી. જો કે આવતીકાલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ હોવાના કારણે રાહુલ ગાંધી સાથે જ ગુજરાત આવે તેવી શક્યતા છે. અગાઉ અશોક ગેહલોતે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાથી લઈ ગુજરાતના મોટા નેતાઓ સાથે મળીને ચૂંટણીલક્ષી કાર્યક્રમની વિગતો માગી હતી અને ચૂંટણી પહેલા બુથ લેવલના કાર્યક્રમ માટે જરૂર પડતું માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યું હતું. 



રાહુલ ગાંધીનો ચૂંટણી પહેલા ગુજરાત પ્રવાસ 

આજે રાહુલ ગાંધી દિલ્હીમાં મોંઘવારી જેવા વિવિધ મુદ્દાને ન્યાય આપવા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન કરવાના છે. આવતીકાલે સવારે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે. અમદાવાદ એરપોર્ટથી હયાત હોટલ જવા રવાના થશે. હયાત હોટલથી બપોરે 12 કલાકે રિવરફ્રન્ટ  પર કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બુથના કાર્યકર્તાઓ સાથે સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં ચૂંટણી અગાઉની રણનીતિ મામલે ચર્ચા કરશે અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચકાસણી કરશે. રાહુલ ગાંધી બપોરે અઢી વાગ્યા રિવરફ્રન્ટથી અમદાવાદની સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ જવા રવાના થશે. ગાંધી આશ્રમ ખાતે રાહુલ ગાંધી બાપુના આશિર્વાદ લેશે અને આશ્રમના લોકોની મુલાકાત લશે. આશ્રમ મુલાકાત બાદ રાહુલ ગાંધી સીધા દિલ્હી જવા રવાના થશે. 7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ અંતર્ગત ભારત જોડો યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. 7 સપ્ટેમ્બરે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસ ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહી છે.   


ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, અશોક ગેહલોત, અરવિંદ કેજરીવાલ સહિતના નેતા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાની કાર્યકર્તાઓની કામગીરી અંગે જાણકારી મેળવી રહ્યા છે અને જરૂર પડતું માર્ગદર્શન આપી રહ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી પહેલા કાર્યકર્તાઓ પાસે જનતાનો મૂડ જાણવા માટે સર્વે વગેરે કરાવી રહ્યા છે જેનાથી ચૂંટણી પહેલા ચૂંટણીનું દ્રશ્ય સામે આવી રહે.    






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?