રાજપીપળામાં અશાંત ધારાનો અમલ, ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે રાજ્ય સરકારે કર્યો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-11 13:35:37

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના કેટલાક વિસ્તારોમાં રાજ્ય સરકારે અશાંત ધારો અમલમાં મુક્યો છે. સ્થાનિક રહીશો અશાંત ધારો લાગુ કરવાની માગ કરી રહ્યા હોવાથી  સરકારે અંતે આ નિર્ણય કર્યો છે. રાજપીપળા શહેરમાં બે અલગ અલગ સમુદાયની વસતિ હોવાના કારણે ધાર્મિક સ્થળ હોય એ વિસ્તારમાં અશાંત ધારો લાગૂ કરવા માટે અપીલ કરાઈ હતી. સ્થાનિકોએ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાને વિનંતી કરી હતી. ત્યાર બાદ તેમણે મહેસુલ મંત્રીને રજૂઆત કરતા આ મામલે કાર્યવાહી  શરૂ કરવામાં આવી હતી.


રાજપીપળાનાં કયા વિસ્તારોમાં અશાંત ધારાનો અમલ?


રાજ્ય સરકારે રાજપીપળાનાં દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગા, માલીવાડ, પારેખ ખડકી, સહિતના વિસ્તારોમાં સ્થાનિકોએ અશાંત ધારો લાગૂ કર્યો છે. આ વિસ્તારમાં બે અલગ અલગ સમુદાયના લોકો વસવાટ કરે છે. વળી ધાર્મિક સ્થળોનો જે વિસ્તાર છે ત્યાં આ અશાંત ધારો લાગૂ કરવા માટે સ્થાનિકોએ રજૂઆત કરી હતી.


ગુજરાત સરકારે શા માટે લાગુ કર્યો અશાંત ધારો?


રાજ્ય સરકારે રાજપીપળા શહેરના અમુક વિસ્તારમા અશાંતધારો લાગુ કર્યો છે. જેમાં વિશવગા, સોનીવાડ, ભરાવાની ખડકી, શેઠ ફળીયા શ્રીનાથજી મંદિર, આશાપુરા મંદિર નજીકનો વિસ્તાર, શ્રીનાથજી મંદિર નજીકનો વિસ્તાર, સફેદ ટાવર નજીકનો કોહિનૂર હોટેલના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાનો હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે અગાઉ શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓએ અગાઉ એવી આશંકા વ્યક્ત કરી હતી કે ધાર્મિક વિસ્તારની આસપાસ જો અશાંતધારો લાગુ નહીં કરાય તો ભવિષ્યમાં અશાંતિ ઉભી થશે. ધાર્મિક ભેદભાવ ઉભા થશે. એમની રજુઆતને પગલે રાજ્ય સરકારના મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ મંત્રીના અંગત સચિવ ડો.નિસર્ગ જોષી દ્વારા જિલ્લા કાલકેટરને અશાંત ધારા બાબતે નિયમાનુસાર ત્વરિત કામગીરી કરેલી અંગેની જાણ વિભાગને કરવા જણાવવામાં આવ્યું હતું. રાજપીપળા શહેરમાં અનેક હિન્દૂ વિસ્તારોમાં અન્ય કોમના લોકો મકાનો ખરીદતા હોવાની વાતથી હિન્દૂ સંગઠનો દ્વારા સ્થાનિક તંત્રને અશાંત ધારો લાગુ કરવા રજૂઆતો કરાઈ હોવા છતાં લાંબા સમયથી કોઈજ હકારાત્મક નિર્ણય ન આવતા અનેક સવાલો ઉઠ્યા હતા.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...