ગુપ્ત કહેવાતી એવી અષાઢી નવરાત્રીનો થયો પ્રારંભ, જાણો પ્રથમ દિવસે કયા દેવીની કરવામાં આવે છે પૂજા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-19 15:49:56

સમગ્ર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે. દર ત્રણ મહિને નવરાત્રી આવતી હોય છે. આસો, ચૈત્ર, અષાઢ તેમજ પોષ મહિના દરમિયાન માતાજીના નવલા નોરતા આવતા હોય છે. આસોમાં આવતી નવરાત્રી તેમજ ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રી પ્રચલિત છે જ્યારે પોષ મહિનામાં તેમજ અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. અષાઢ સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભ થાય છે. નવરાત્રી દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવતી હોય છે. એવી માન્યતા છે કે ગુપ્ત નવરાત્રી કરવાથી અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. પૌરાણીક કથા અનુસાર વિશ્વામિત્રએ ગુપ્ત નવરાત્રીમાં તપ કરી અપાર શક્તિઓ પ્રાપ્ત કરી હતી. અષાઢ મહિના દરમિયાન દસમહાવિદ્યાની આરાધના કરવામાં આવે છે.        


પ્રથમ દિવસે થાય છે માતા શૈલપુત્રીની આરાધના

નવરાત્રી એટલે શક્તિની આરાધના કરવાનો પર્વ. નવરાત્રી દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપોની આરાધના કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે. શૈલપુત્રીને પર્વતરાજની પુત્રી કહેવામાં આવે છે. શૈલપુત્રીને માતા સતી તેમજ માતા પાર્વતીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. હિમાલયના પૂત્રી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. 


માતાજીની ઉત્પત્તિ પાછળનો ઈતિહાસ  

જો માતા શૈલપુત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતા શૈલપુત્રી વૃષભ પર સવારી કરે છે. પ્રચલિત દંતકથાઓ અનુસાર પહેલા શક્તિએ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હતો. પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું. પરંતુ ભગવાન શંકરને આ યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ સતી આમંત્રણ વિના જ ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રજાપતિએ યજ્ઞમાં શિવજીનું અપમાન કર્યું હતું. પોતાના પતિનું અપમાન સ્વીકાર કરી ન શક્યા. જેને કારણે તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારે શંકર સાથે મિલન કરવા શક્તિએ દેવી પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું. હિમાલયને ત્યાં જન્મ થયો હોવાને કારણે તેઓ શૈલપુત્રી તરીકે ઓળખાય છે.      


કયાં મંત્રથી કરવી જોઈએ માતા શૈલપુત્રીની આરાધના 

શૈલપુત્રીને સફેદ રંગ અતિશય પ્રિય હોય છે. પ્રથમ દિવસે ગાયનું ઘી પ્રસાદ તરીકે માતાજીને અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ફળ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માતા શૈલપુત્રીનો બીજ મંત્ર - ह्रीं शिवायै नम:,  આ મંત્રથી માતા શૈલપુત્રીની કરવી જોઈએ પૂજા - ओम देवी शैलपुत्र्यै नमः, જ્યારે શૈલપુત્રીનો આ છે ધ્યાનમંત્ર - वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥ ઉપરાંત નવરાત્રી દરમિયાન ચંડીપાઠનું પઠન કરવાથી પણ માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 



નોંધ- અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે... 


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?