સુરત દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદ અને 50 હજારના વળતરની સજા


  • Published By :
  • Published Date : 2023-01-31 16:16:27

સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આજીવન કેદની સજા ઉપરાંત 50 હજારનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં સરકારી વકીલે આસારામ ગુનાહિત માનસિક્તા ધરાવતા હોવાની દલીલ કરીને કડકમાં કડક સજાની માગ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ગઈ કાલે જ આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આસારામને કલમ 376,377 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 


મહિલાઓના શારીરિક શોષણનો આરોપ


આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે. 


6 આરોપીઓ નિર્દોષ


ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ સોમવારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.   કહ્યું હતું કે, દુષ્કર્મ કેસમાં આસારામને મહત્તમ સજા થાય તે માટે સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકરે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી.


આસારામ સામે કેસ શું હતો?


સુરતની બે મહિલાઓએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા આ મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો થયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 6 ઓક્ટોબર 2013ના દિવસે બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે. જ્યારે નારાયણ સામે સુરતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.


આસારામ હાલ જોધપુર જેલમાં બંધ


સુરત દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા આસારામ બાપુ હાલ જોધપુર જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમણે જામીન અરજી કરી હતી પણ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. ગાંધીનગર સેસન્સ કોર્ટમાં ચાલી રહેલા દુષ્કર્મ કેસ માટે આજે આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવ્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?