અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં લગાવ્યો જય પેલેસ્ટાઈનનો નારો! શું આ નારો વધારશે અસદુદ્દીન ઓવૈસીનું ટેન્શન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-28 10:15:45

18મી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. સત્રની શરૂઆતમાં સાંસદોએ સાંસદ તરીકને શપથ લીધા.. શપથ વિધીના વીડિયો આપણી સામે આવ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા તે વખતે તેમણે જય પેલેસ્ટાઈન કહ્યું.. આ શપથ વિધિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.. તે વીડિયો જોયો જ હશે અને હવે આ મુદ્દે વિવાદ વકર્યો છે અને હવે ઔવેસીનું પદ ખતરામાં છે તેવું લાગી રહ્યું છે. અસદુદ્દીન ઓવૈસીનું સાંસદ પદ ખતરામાં આવી ગયું છે..  



શપથ વિધી વખતે અસદુદ્દીન ઓવૈસીએ બોલાવી હતી.. 

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકેના શપથ લીધા. તે જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. તેને લઈ વિવાદ છેડાઈ ગયો છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા પછી જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને પછી જય પેલેસ્ટાઈન કહ્યું હતું જે મુદ્દે રાજકારણ ગરમાયું છે. જો કે અધ્યક્ષે તેને રેકોર્ડમાંથી હટાવી દીધો છે, પરંતુ ઘણા વરિષ્ઠ વકીલો ઓવૈસીનું સભ્યપદ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. ભાજપે તેમની પાસેથી માફી માંગવાની માગ કરી હતી સમજીએ કે શું શપથ લેતી વખતે બીજા દેશનું નામ લેવું ખોટું છે ગુન્હો છે? 



જ્યારે કોઈ નેતા બીજા દેશની જય બોલાવે છે ત્યારે 

તો સાંસદ તરીકે સભ્યપદ લેતી વખતે અત્યાર સુધી સાંસદ પોતાના રાજ્ય અને દેશની જ વાત કરતા હતા. આ પ્રથમ કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ બીજા દેશની જય બોલાઈ જે કલમની વારંવાર ચર્ચા થઈ રહી છે એ કલમ 102(4) પ્રમાણે  જો તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી અથવા તો તેણે સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે અથવા તો તે કોઈ અન્ય દેશ પ્રત્યે નિષ્ઠા અથવા લગાવ રાખે છે તો તેવો વ્યક્તિ લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય છે. આ એક કારણ છે અન્ય કેટલાક કારણો છે જે કારણે સભ્યપદ રદ થઈ શકે એટલું જ નહીં પક્ષપલટાને કારણે સભ્યપદ પણ ગુમાવી શકાય કલમ 102 હેઠળ પક્ષપલટાને કારણે સભ્યપદ પણ છીનવી શકાય છે. 


જો સમિતી ભલામણ કરે તો... 

વાત કરીએ તો સંસદના બંને ગૃહોમાં એથિક્સ કમિટી છે. તેઓ નેતાઓના નૈતિક વર્તન પર નજર રાખે છે. જો સમિતિ ભલામણ કરે છે કે કોઈ ચોક્કસ સભ્ય ગૃહની ગરિમા તોડી રહ્યો છે, અથવા જાહેર જીવનમાં શિષ્ટાચાર તોડી રહ્યો છે, તો આત્યંતિક કિસ્સામાં સભ્યપદ ગુમાવી શકાય છે. એ જ એથિક્સ કમિટીની ભલામણ પર મહુઆ મોઇત્રાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.



થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. તે બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભરતી અંગેની.. હવે શિક્ષકોની ભરતીના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક બાદ એક મિટિંગ કરી રહ્યા છે તો આજે પણ ભરતી મુદ્દે મિટિંગ થઈ હતી..

આખા અઠવાડિયામાં ગુજરાત, દેશ તેમજ વિશ્વમાં અનેક એવી ઘટના બની જેની ચર્ચાઓ થઈ.. દિલ્હી તેમજ રાજકોટ એરપોર્ટ પર દુર્ઘટના સર્જાઈ. કાયમી શિક્ષકોની ભરતીની માગ થઈ.

રાજકોટ એરપોર્ટ દુર્ઘટનાને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરવામાં આવી જેમાં ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા,

મિત્રોનું આપણા જીવનમાં હોવું ખૂબ અગત્યનું છે. મિત્રો હોય છે તો જીવન જીવવા જેવું લાગે છે.. આપણે આપણા માતા પિતા કે પરિવારજનોની પસંદગી નથી કરી શકતા પરંતુ મિત્ર કોણ હશે તે આપણે પસંદ કરીએ છીએ..