છેલ્લા એક બે દિવસથી રાજ્યમાં ઠંડીથી લોકોને છૂટકારો મળી રહ્યો છે. ઠંડી એકાએક ઓછી થઈ છે. ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે થોડો ઠંડીનો અહેસાસ થાય તો બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. માર્ચમાં તાપમાનનો પારો 45ની આસપાસ પહોંચી શકે છે.
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે તો રાતે તેમજ સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ઉત્તરગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ પ્રમાણેની આગાહી થતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ઠંડીને લઈ તેમણે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મધ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે.
ફેબ્રુઆરીમાં ફરી વધશે ઠંડીનું પ્રમાણ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. તે ઉપરાંત ભેજવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમદાવાદમાં તાપમાનનો પારો 17 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્રણ ચાર દિવસથી ગરમી પડવા લાગી છે પરંતુ આગાહી પ્રમાણે ઠંડીનો વધુ એક રાઉન્ડ ફેબ્રુઆરીના મધ્યમાં આવશે.