નગરપાલિકાના કર્મચારીઓની પડતર માગણીઓનો ઉકેલ નહિ આવતા કર્મચારીઓએ પકડ્યો આંદોલનનો માર્ગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:05:21

રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. માંડ માંડ શાંત થયેલા આંદોલનો ફરી એક વખત શરૂ થઈ શકે છે. રાજ્યની 156 નગરપાલિકાઓના કર્મચારીઓ પોતાની પડતર માગ સાથે સરકાર વિરૂદ્ધ આંદોલન કરવાના મૂડમાં આવ્યા છે. અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના બેનર હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ પેનડાઉન કરી દીધી છે. 18 તારીખથી આવશ્યક સેવાઓ બંધ કરી હડતાળ ચાલુ રાખશે. 

આંદોલન ફરી પકડી શકે છે વેગ  

થોડા સમય પહેલા ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા હતા. ખેડૂતો, શિક્ષકો, નિવૃત આર્મી મેન, આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈ ગાંધીનગર ખાતે ધરણા કરી રહ્યા હતા. સરકારે અનેક માગનો સ્વીકાર કર્યો જે બાદ આંદોલનો શાંત થઈ ગયા હતા. ત્યારે ફરી એક આંદોલનો  ગુજરાતમાં શરૂ થઈ શકે છે. 2 વર્ષથી પોતાની માગ ન સ્વીકારાતા હવે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી રહ્યા છે.     

શું છે તેમની પડતર માગ   

પોતાની 20 જેટલી પડતર માગને લઈ તેઓ હડતાળ કરવાના છે. તેમની મુખ્ય માગની વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા લાભો મળે. નગરપાલિકાના ચીફ ઓફિસરોના પ્રમોશન કે બઢતી આપવામાં આવે. 7માં પગાર પંચનો લાભ મળે. તેમજ જૂની પેંશન યોજનાનો લાભ મળે સહિતના મુદ્દાઓને લઈ તેઓ આંદોલન કરવાના છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?