દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો વ્યાપી રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારત સરકાર પણ કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ છે. વધતા કોરોના સંક્રમણને કારણે લોકો વેક્સિન માટે લાઈનો લગાવી રહ્યા છે. વેક્સિન લેવા હોસ્પિટલ બહાર લોકોની લાઈન જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ બુસ્ટર ડોઝની માગમાં એકાએક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને કારણે વેક્સિનનો નવો જથ્થો લાવવા ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
વેક્સિન ખૂટી ન પડે તે માટે સરકારે મંગાવ્યો સ્ટોક
કોરોના સંક્રમણ વધતા ગુજરાતમાં વેક્સિનની માગ ઉઠી છે. કોરોના સામે રક્ષણ મેળવવા લોકો વેક્સિન લેવા હોસ્પિટલની બહાર લાઈનો લગાવી ઉભા રહી રહ્યા છે. એકાએક વેક્સિનની માગમાં વધારો થતા વેક્સિનેશનનો સ્ટોક ખૂટી ન પડે તે માટે સ્ટોક મંગાવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વેક્સિન લગાવવા પહેલા કરતા વધારે લોકો આવી રહ્યા છે.
વેક્સિન વગર પરત ન ફરવું પડે તે માટે કરાઈ વ્યવસ્થા
કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અનેક નિયમો તેમજ પ્રતિબંધો લાદી દેવાયા છે. અનેક ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. કોરોના કેસને જોતા લોકો પણ વેક્સિન લેવા પડાપડી કરી રહ્યા છે. એકાએક વેક્સિનની માગમાં વધારો થયો છે. એક દિવસમાં હજારો લોકો વેક્સિન લઈ રહ્યા છે. માત્ર અમદાવાદમાં જ 1000ની આસપાસ લોકો વેક્સિનનો ડોઝ લગાવી રહ્યા છે. બુસ્ટર ડોઝની માગ વધી રહી છે. આવનાર સમયમાં લોકોએ વેક્સિન લીધા વગર પાછું ન જવું તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં લોકો એકાએક જાગ્યા છે. કોરોના કેસ વધતા લોકોને જાણે વેક્સિન યાદ આવી હોય તેવું લાગી રહ્યું છે.