ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે જેને લઈ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓના ગુજરાત દોરામાં વધારો થયો છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં જોર-શોર થી પ્રચાર કરી રહી છે. ભાજપ બાદ આપ પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહ્યું છે. ત્યારે 'હવે પરિવર્તન જોઈએ'ની થીમ પર સિસોદિયા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મનીષ સિસોદિયા હવે ગુજરાતના પ્રવાસે છે.
મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ-શો
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે ત્યારે આપ પણ ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ બાદ ગુજરાતમાં મનીષ સિસોદિયા પ્રચાર કરી રહ્યા છે. 6 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે છે. સૌરાષ્ટ્ર પર આપ વધારે ધ્યાન આપી રહ્યું છે. ત્યારે મહેસાણા ખાતે મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં ઈસુદાન ગઢવી સહિત આપના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અનેક દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવતા રહે છે. તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે.