ચૂંટણી નજીક આવતા વધ્યા રાજનેતાઓના ગુજરાત પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 12:40:43

ચૂંટણીનો સમય નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યા છે. દરેક પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆત થતા જ શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અને નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

Next 30 years will be era of BJP, says Union Home Minister Amit Shah -  Sentinelassam

ફરી એક વખત ગુજરાતમાં અમિત શાહના ધામા  

2જી ઓક્ટોબરે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે થનારો શાહનો પ્રવાસ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ભાજપ સંગઠનને મજબૂત કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કમલમ ખાતે ચૂંટણીલક્ષી અનેક બેઠકો યોજાવાની છે. અને કઈ રણનીતિથી આગળ વધવું તે પણ નક્કી કરવામાં આવી શકે છે.  



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.