આ વર્ષના અંત સુધીમાં ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાના છે. ગુજરાતની સાથે સાથે હિમાચલમાં પણ ભાજપનો પ્રચાર મોદી કરવાના છે. હિમાચલ પ્રદેશને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. ઉના એને ચંબા જિલ્લામાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવાના છે તો અનેક કાર્યોનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન મોદીએ માહિતી આપતા લખ્યું કે હિમાચલ પ્રદેશના લોકોની આકાંક્ષા પૂર્ણ થશે. રાજ્યમાં વિકાસની ગતિને વેગ મળશે.
અનેક વખત પીએમ લઈ રહ્યા છે હિમાચલની મુલાકાત
વિધાનસભા ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરા હિમાચલ પ્રદેશમાં વધી ગયા છે. ગુજરાત હોય કે હિમાચલ પ્રદેશ લોકો સાથે જોડાવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી. પોતાના પ્રવાસ દરમિયાન વિકાસના અનેક કાર્યોની ભેટ આપતા હોય છે. ગુજરાતને પણ અનેક ભેટો આપી હતી. ત્યારે હિમાચલ પ્રદેશના લોકોને પણ ભેટો આપી રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવ દિવસમાં તેઓ બીજી વખત હિમાચલ પ્રદેશની મુલાકાતે જઈ રહ્યા છે.