ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટી ગુજરાતમાં જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. દરેક પાર્ટી પ્રચાર માટે સોશિયલ મીડિયોનો ભરપૂર ઉપયોગ કરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા આપનો પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે લોકો પાસે ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ ન હતો જેને કારણે કંટાળીને ભાજપ-કોંગ્રેસને વોટ આપવો પડતો હતો પરંતુ હવે આમ આદમી પાર્ટી સ્વરૂપે મજબૂત વિકલ્પ છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે.
ગુજરાત પાસે આમ આદમી પાર્ટી જેવો મજબૂત વિકલ્પ છે - ગોપાલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આ વખતે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આ વખતે દરેક પાર્ટી વિવિધ રીતે પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ભાજપ જ કરતું પરંતુ આ વખતે દરેક પાર્ટી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે. ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્રીજા પક્ષને લઈ ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં લાંબા સમયથી લોકોની ઈચ્છા પરિવર્તન લાવવાની હતી. પરંતુ લોકો પાસે કોઈ મજબૂત વિકલ્પ ન હતો. એટલે કંટાળીને લોકો ના છૂટકે ભાજપ-કોંગ્રેસને વોટ કરતા હતા. પરંતુ હવે ગુજરાત પાસે આમ આદમી પાર્ટી સ્વરૂપે એક મજબૂત અને સક્ષમ વિકલ્પ છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે.
મતદારોને રિઝવવામાં આપ સફળ થશે?
આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સરકાર બનાવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતના રાજકારણમાં ઝંપલાવવા આમ આદમી પાર્ટી તત્પર હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ જ્યારે ઉમેદવારોને લઈ મનોમંથન કરી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારે આપ દ્વારા કરવામાં આવતા પ્રયાસ મતદારોને રિઝવવા સફળ થાય છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે.