ચૂંટણી જાહેર થતાજ કેજરીવાલ મેદાને !!!!


  • Published By :
  • Published Date : 2022-11-03 16:56:11


ગુજરાતમાં વિધાનસભા ચુંટણી જાહેર થઈ છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે એમ 2 તબ્બકામાં મતદાન યોજાશે અને અત્યારથી અરવિંદ કેજરીવાલે જનતાને રિઝવવાનું શરૂ કરી દીધું છે. તેમણે ગુજરાતી ભાષામાં પ્રજાને સંબોધીને એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેઓ જનતાને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડશે એવી આશા વ્યક્ત કરી હતી. આની સાથે જ તેમણે જનતાનો આભાર પણ માન્યો હતો.


ગુજરાતીમાં શું કહ્યું કેજરીવાલે ?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા પછી અરવિંદ કેજરીવાલે પરિવર્તન લાવવાની વાત કરી હોવાની સાથે ગુજરાતીઓને રિઝવવા માટે ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે ગુજરાતી ભાષામાં કહ્યું તમે મને તમારો ભાઈ અને પરિવારનો સભ્યો માનો છો એના બદલ આભાર. તમે મારા પર જે વિશ્વાસ રાખ્યો છે એના માટે તમારો આભાર. હું તમારો ભાઈ બનીને તમારી જવાબદારી સંભાળીશ.


મોંઘવારી પર કહ્યું !!!

અરવિંદ કેજરીવાલે ગુજરાતી ભાષામાં વધુમાં કહ્યું કે હું તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ. તમારી વીજળી ફ્રી કરી દઈશ, બાળકો માટે સારી શાળાઓ, સારવાર માટે શાનદાર હોસ્પિટલો બનાવીશ. આની સાથે જ તમને અયોધ્યા શ્રીરામના દર્શન કરવા પણ લઈ જઈશ. બસ હવે એક વાર મને એક મોકો આપો હું જીવનભર તમારો ભાઈ બનીને રહીશ.



"ગુજરાતને પરિવર્તન જોઈએ છે "


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ અરવિંદ કેજરીવાલ એક્ટિવ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અવશ્ય જીતશે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...