દેશમાં કોરોના સંક્રમણને લઈ આંશિક રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 111 કેસ સામે આવ્યા છે જ્યારે 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોરોના કેસમાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 60 હજારને પાર પહોંચી ગઈ છે. શનિવારે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા.
#COVID19 | India records 9,111 new cases and 6,313 recoveries in 24 hours; active caseload stands at 60,313
— ANI (@ANI) April 17, 2023
(Representative image) pic.twitter.com/ECAUDaKOCt
કોરોનાના નોંધાયા 9 હજારથી વધુ કેસ
કોરોના કેસને લઈ જે આંકડા સામે આવી રહ્યા છે તે ડરાવી દે તેવા છે. થોડા દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક વખત કોરોના કેસનો આંકડો 7 હજારની આસપાસ નોંધાતો હતો. તો તે બાદ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. એક સમયે કોરોના કેસ 11 હજારને પાર નોંધાયા હતા. ત્યારે બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 હજાર 111 કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાને કારણે લોકોના મોત થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 27 જે઼ટલા લોકોના મોત થઈ ગયા છે.
કેન્દ્ર સરકાર પણ કોરોના કેસ વધતા થઈ એક્ટિવ
કેરળમાં કોરોનાના 2287 કેસ નોંધાયા છે જ્યારે ત્યાં 4 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના 1634 જેટલા કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશથી 706 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રથી 650 કેસ સામે આવ્યા છે અને ત્યાં બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા કોરોના કેસને લઈ અનેક રાજ્યોએ અનેક જગ્યાઓ પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.