બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં 45 જેટલા લોકોએ હિંદુ ધર્મ છોડી અપનાવ્યો બૌદ્ધ ધર્મ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-15 11:50:14

આજકાલ અનેક લોકો બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે બાલાસિનોરથી એક ઘટના સામે આવી છે જેમાં એક હોટલની અંદર અંદાજીત 45 જેટલા લોકોએ બોદ્ધ ધર્મને અપનાવ્યો છે. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે હોટલ ગાર્ડન પેલેસ ખાતે ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહીસાગર, ખેડા, પંચમહાલથી લોકો આવ્યા હતા. 

હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તનની વિધિ - Divya Bhaskar


45 લોકોએ બોદ્ધ ધર્મનો કર્યો સ્વીકાર 

ધર્મ પરિવર્તન કરનાર લોકોના કહેવા મુજબ બૌદ્ધ ધર્મના માનવ માત્ર એક સમાનના સૂત્રથી આ ધર્મ પરિવર્તન તેમણે કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે પંચશીલ આદર્શ ઉત્તમ હોવાને કારણે તેઓ આ ધર્મમા જઈ રહ્યા છે.  બાલાસિનોર નગરના રોહિતવાસના 7 જ્યારે મહિસાગર, ખેડા તેમજ પંચમહાલ જિલ્લા મળી કુલ 45 લોકોએ હિંદુ ધર્મમાંથી બોદ્ધ ધર્મમાં પરિવર્તિત થયા છે. રવિવારના રોજ પોરબંદરથી આવેલા ધર્મગુરૂએ આ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન થતા ચકચાર મળી જવા પામી હતી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?