દિવાળીનો તેહવાર નજીક આવી રહ્યો છે ત્યારે તમામ લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. દિવાળીના તહેવારોને લઇ ST અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. બસોમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર તરફ જનારા મુસાફરોનો ધસારો વધી ગયો છે.જેમાં રાજકોટ, પોરબંદર અને દ્વારકા, સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જતા મુસાફરોની ભીડ ભારે વધી ગઇ છે. આથી ટ્રાવેલ કંપનીઓએ પણ ડબલ બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે. ST નિગમે પણ એક્સ્ટ્રા બસો દોડાવી છે.
ભીડ વધતાં ભાડા ડબલ !!!!
ખાનગી ટ્રાવેલ્સ બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સોએ ટિકિટના ભાવ બેફામ વધારો કર્યો છે . પોરબંદર જવા માટે ટિકિટનો ભાવ રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા સુધી થઇ ગયો છે. ખાનગી બસોમાં સોમનાથ અને દ્વારકા જવા માટેનું ભાડું રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા કરી દેવાયું છે. જ્યારે ખાનગી બસોમાં જામનગર, જૂનાગઢનો પણ ભાવ રૂપિયા 1 હજાર સુધીનો થઇ ગયો છે. STની સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસો હાઉસફુલ થઇ ગઇ છે. લોકો કલાકો સુધી ઊભા રહીને બસની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે મુસાફરોને માંડ-માંડ બસો મળી રહી છે.