વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. ચીન, ભારત, અમેરિકા સહિતના દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સૌથી વધારે ખરાબ હાલત ચીનની થઈ ગઈ છે. ત્યારે વિશ્વના બીજા દેશોમાં વધતા કોરોના કેસને લઈ ભારતની ચિંતા પણ વધી છે. ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ વેરિયન્ટના કુલ 8 કેસ હજી સુધી સામે આવ્યા છે.
ઉત્તરાખંડથી સામે આવ્યો કેસ
કોરોના સંક્રમણએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ભારત કોરોના સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. અનેક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. વિદેશથી આવતા યાત્રીઓનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોન વાયરસને કારણે ઓછા સમયમાં વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. નવો એક કેસ ઉત્તરાખંડથી સામે આવ્યો છે. આ સિવાય કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને રાજસ્થાનથી સામે આવ્યો છે.