આઈએએસ અધિકારી વિજય નહેરા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વિજય નહેરા અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ વખતે તેમનું નામ તેમના પુત્ર આર્યનને કારણે ચર્ચામાં આવ્યું છે. વિજય નહેરાના પુત્રની પસંદગી એશિયન ગેમ્સમાં થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ લેનાર આર્યન સપ્ટેમ્બરમાં ચાઈનામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવાના છે.
વિજય નહેરાએ ટ્વિટર પર આપી હતી જાણકારી
એશિયન ગેમ્સમાં આર્યનની પસંદગી થઈ છે તે અંગેની માહિતી વિજય નહેરાએ આપી હતી. પોતાના ટ્વિટરમાં તેમણે લખ્યું કે મહેનતનું ફળ મીઠું હોય છે. પરંતુ કોઈ વખત આ ઈન્તઝાર લાંબો પણ હોઈ શકે છે. 10 વર્ષની મહેનત બાદ એક રેસ જેણે બધું બદલી દીધું. આર્યન એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયન્શિપ બંને માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. મહત્વનું છે કે ચીનમાં સપ્ટેમ્બર મહિનામાં એશિયન ગેમ્સનો પ્રારંભ થવાનો છે. જેમાં એશિયાના વિવિધ દેશોના રમતવિરો ભાગ લેવાના છે. આ કોમ્પિટિશનમાં અલગ અલગ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખેલાડીઓને મોકો આપવામાં આવશે.