આર્યન ખાન ડ્રગ્સ કેસ: CBI સમક્ષ હાજર થયા સમીર વાનખેડે, શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માંગવાનો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-20 15:52:24

NCBના પૂર્વ રિઝનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આર્યન ખાન ડ્ર્ગ્સ કેસમાં CBI સમક્ષ હાજર થયા હતા. કોર્ડેલિયા ક્રૂઝ પરથી માદક ડ્ર્ગ્સની જપ્તીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામેલ નહીં કરવાના બદલે 25 કરોડ રૂપિયાની લાંચ માગવા સંબંધિત કેસમાં પૂછપરછ માટે મુંબઈ સ્થિત CBIની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે એજન્સીના કાર્યાલયમાં જતા સમયે મીડિયાકર્મીઓને માત્ર એટલું જ કહ્યું 'સત્યમેવ જયતે'


વાનખેડે પર લાંચ અને ખંડણીનો આરોપ


CBIએ આ મામલે પૂછપરછ માટે ગુરુવારે વાનખેડેને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે દિવસે તે એજન્સી સમક્ષ હાજર થયો ન હતો. આર્યન ખાન વિરુદ્ધ પુરાવાના અભાવે NCBએ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેનું નામ સામેલ કર્યું ન હતું. CBIએ 11 મેના રોજ વાનખેડે અને અન્ય ચાર લોકો સામે NCBની ફરિયાદ પર કથિત કાવતરું અને લાંચ સાથે સંબંધિત ગુનાઓ ઉપરાંત ગેરવસૂલી માટે FIR નોંધી હતી. ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ખંડણી અને લાંચ લેવાના આરોપમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી CBI FIRને રદ કરવા માટે અરજી કરી હતી.


બોમ્બે હાઈકોર્ટે CBIને કર્યો હતો આદેશ


બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે સીબીઆઈને શાહરૂખ ખાન પાસેથી રૂ. 25 કરોડની લાંચ માંગવાના આરોપી વાનખેડે સામે 22 મે સુધી ધરપકડ જેવી કોઈ કઠોર કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આર્યનની 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પછી ધરપકડ કરવામાં આવી હતી. જો કે, એન્ટી-નાર્કોટિક્સ એજન્સી આર્યન સામેના આરોપોને સાચા સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી, ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટે તેને ત્રણ અઠવાડિયા પછી જામીન આપ્યા હતા.


CBIએ આરોપ મૂક્યો હતો કે NCB,મુંબઈ ઝોનને ઑક્ટોબર 2021માં ક્રૂઝ શિપ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા ડ્રગ્સ રાખવા અને સેવન કરવાની માહિતી મળી હતી, જેના પગલે NCBના કેટલાક અધિકારીઓએ આરોપીઓને છોડાવવાના બદલામાં લાંચ માંગવાનું ષડયંત્ર રચ્યું હતું. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.