કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા અનેક વખત અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવવામાં આવી છે કે તે પૂછપરછ માટે હાજર થાય. પરંતુ હજી સુધી જેટલી વાર પણ નોટિસ મોકલવામાં આવી છે તેનો ઈન્કાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો છે. ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું પરંતુ ફરી એક વખત પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલો હજી કોર્ટમાં છે. મહત્વનું છે કે આ કેસને લઈ આગળની સુનાવણી 16 માર્ચે થવાની છે.
સાતમી વખત ઈડીએ પાઠવ્યું હતું અરવિંદ કેજરીવાલને સમન્સ!
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ પૂછપરછ માટે હાજર થવા માટે અનેક વખત સમન્સ પાઠવ્યું છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવી રહ્યું છે. હજી સુધી ઈડીએ છ વખત સમન્સ પાઠવ્યા હતા પરંતુ તે એક વખત પણ હાજર થયા ના હતા. ત્યારે ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું પૂછપરછ માટે હાજર થવા માટે પરંતુ આજે પણ તે ઈડી સમક્ષ હાજર નહીં થાય. જ્યારે જ્યારે ઈડી સમન્સ મોકલતું હતું ત્યારે આપ દ્વારા કહેવામાં આવતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે આ નોટિસ મોકલવામાં આવી રહી છે.
ED जब Court गई है तो ED और केंद्र सरकार कोर्ट के फ़ैसले का इंतज़ार कर लें
एक तरफ़ ED Court जा रही है और दूसरी तरफ़ समन भेजे जा रहे हैं, क्या ED और केंद्र को Court पर विश्वास नहीं है
इनका मक़सद है कि किसी तरह INDIA Alliance से गठबंधन तोड़ दो
- CM @ArvindKejriwal pic.twitter.com/sIYz1TKB8K
— AAP (@AamAadmiParty) February 26, 2024
કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ!
ED जब Court गई है तो ED और केंद्र सरकार कोर्ट के फ़ैसले का इंतज़ार कर लें
एक तरफ़ ED Court जा रही है और दूसरी तरफ़ समन भेजे जा रहे हैं, क्या ED और केंद्र को Court पर विश्वास नहीं है
इनका मक़सद है कि किसी तरह INDIA Alliance से गठबंधन तोड़ दो
- CM @ArvindKejriwal pic.twitter.com/sIYz1TKB8K
અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થતા ન હતા જેને લઈ આ કેસ કોર્ટમાં પહોંચ્યો છે. 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી, અરવિંદ કેજરીવાલ કોર્ટ સમક્ષ ઓનલાઈન હાજર થયા હતા. તેમણે ફિઝીકલી કેમ હાજર ન થઈ શક્યા તેનું કારણ બતાવ્યું હતું. આ કેસ કોર્ટમાં છે જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે કેસ કોર્ટમાં છે. તો ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. આગામી સુનાવણી આ કેસને લઈ 16 માર્ચે થવાની છે. મહત્વનું છે કે ઈડી દ્વારા સાતમી વખત સમન્સ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું.