Chaitar Vasavaના સમર્થનમાં Gujarat આવશે Arvind Kejriwal, નેત્રંગ ખાતે યોજાશે જનસભા, જાણો કેજરીવાલનો સમગ્ર કાર્યક્રમ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-06 18:08:11

ભરૂચ લોકસભાની બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. વસાવા vs વસાવાની જંગ ત્યાં જોવા મળતી હોય છે. મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં હોય છે તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને લઈ ચર્ચા થાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તે ભલે જેલમાં છે પરંતુ તેમના સમર્થકો એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેમના સમર્થનમાં તેમના સમર્થકો રેલી નીકાળી રહ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. નેત્રંગ ખાતે મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છ.

ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે તેવી કરાઈ જાહેરાત 

આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૈતર વસાવા ભલે હમણાં જેલમાં છે પરંતુ તે લોકસભા ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો છે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત થયા બાદ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા માટે પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


આવતી કાલે નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ કરશે જનસભા 

આમ આદમી પાર્ટીને ગુજરાતના આપના નેતાઓનું સમર્થન તો મળતું જ હતું પરંતુ આવતી કાલે ગુજરાતના પ્રવાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન આવી રહ્યા છે. જનસભાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આવતી કાલે નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભાને સંબોધવાના છે. તે બાદ તે પછીના દિવસે જેલમાં બંધ ચૈતર વસાવા સાથે કેજરીવાલ મુલાકાત કરવાના છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલના આગમન પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી ગઈ છે.                                                  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..