આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાત ના પ્રવાસ પર આવી રહ્યા છે . અરવિંદ કજરીવાલ આ વખતે અમદાવાદ માં 2 દિવસ માટે આવી રહ્યા છે . તેઓ 12 અને 13 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ ના પ્રવાસએ હશે . આજે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે અને અમદાવાદ રાત્રિ રોકાણ કરશે .
ચુંટણી ને લઈ ને ‘આપ’ સક્રિય
સોમવારે અરવિંદ કેજરીવાલ રિક્ષાચાલકો , વકીલો , સફાઈકર્મચારી અને વેપારિયો સાથે સંવાદ કરશે અને 13 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ કઈ નવી ગેરંટી જનતાને આપશે . ઉપરાંત જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત ના પ્રવાસએ છે ત્યારે તેમની હાજરી માં આપ માં કેટલાક નવા જોઇનિંગ પણ થસે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર લડવાની તૈયારી કરી લીધી છે જેને લઈને કેજરીવાલના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. એમ તો વિધાનસભા ની ચુંટણી ને હવે ગણતરી ના મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય પક્ષ ના નેતાઓ એક બાદ એક ગુજરાત ના પ્રવાસએ આવી રહ્યા છે . આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પુરેપુરી સક્રિય જોવા મળી રહી છે. ત્યારે આ ચુંટણી માં દ્વિપક્ષીય નહીં પરંતુ ત્રિપક્ષીય જંગ જોવા મળશે.
કેજરીવાલની ગેરંટીઓ
ગુજરાતના મતદારોને લુભાવવા માટે કેજરીવાલ ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને વચનોની લ્હાણી કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કેજરીવાલ, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ અને વેપારીઓને વિવિધ ગેરંટી આપી ચુકેલા કેજરીવાલે તેમની ગત ગુજરાત મુલાકાત વખતે ખેડૂતો માટે જાહેરાત કરી હતી. ત્યારે ફરી આ વખતે પણ તેઓ ગુજરાત ની જનતાને એક નવી ગેરંટી આપશે તેવું આપ ના નેતા ઇસુદાન ગઢવી એ જાહેર કરિયું છે .