જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસંબોધન, પીએમ મોદી વિરૂદ્ધ લાગેલા પોસ્ટરને લઈ કરાયેલી કાર્યવાહીનો આપ કરશે વિરોધ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-23 10:18:30

દિલ્હીમાં અનેક જગ્યાઓ પર વડાપ્રધાન મોદી વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટરો લાગતા રાજનીતિ ગરમાઈ હતી. દિલ્હી પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી છે ઉપરાંત અનેક લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિરૂદ્ધ આમ આદમી પાર્ટી ગુરૂવારે જંતર મંતર ખાતે વિરોધ કરવાના છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેવાના છે.

  

પોસ્ટરને લઈ સરકાર પર કરાઈ રહ્યા છે પ્રહાર 

મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લાગતા દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આવા પોસ્ટરો લાગતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોસ્ટરને લઈ વિપક્ષે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. 

જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસભા   

આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે 6 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આજે ગુરૂવારે જંતર-મંતર ખાતે સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જનસભા સંબોધિત કરવાના છે. આ જનસભા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના વિરૂદ્ધમાં કરવામાં આવી રહી છે.


સમગ્ર દેશમાં ચલાવાશે મોદી હટાઓ દેશ બચાવો અભિયાન 

દિલ્હી સરકારના મંત્રી અને આપના નેતા ગોપાલ રાયના જણાવ્યા અનુસાર આ જનસભામાં પાર્ટીના તમામ વિધાયકો, સાંસદ, પદાધિકારી ઉપસ્થિત રહેશે. ઉપરાંત મંચ પરથી મોદી હટાવો દેશ બચાવોના નારા પણ લગાવવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ રાયે જણાવ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હી પોલીસની કાર્યવાહીથી નથી ડરતી. એવી પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારથી સમગ્ર દેશમાં મોદી હટાઓ દેશ બચાઓ અભિયાન શરૂ કરવામાં આવશે. અને આ નારાને 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી સુધી લઈને જવામાં આવશે.  

       



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..