ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલને કરવો પડ્યો વિરોધનો સામનો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-29 16:08:42

ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં અનેક વખત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ફરી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ચીખલી ખાતે અરવિંદ કેજરીવાલ પ્રચાર માટે જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા.


ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો વીડિયો   

ભાજપ અને કોંગ્રેસ સિવાય પહેલી વખત કોઈ ત્રીજી પાર્ટી આટલા જોરશોરથી પ્રચાર કરી રહી છે. પંજાબ અને દિલ્હીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યું છે. અરવિંદ કેજરીવાલ પોતે આપનો પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં તેમના આંટાફેરા વધી ગયા છે. હાલ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતમાં આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ચીખલી જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. આ વીડિયો ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, સ્વાગતતો મોદી-મોદીના નારાથી જ થવાનું છે. 

pm modi in gujarat, PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, મોઢેશ્વરી  માતાની કરશે પૂજા - pm modi in gujarat for three days - I am Gujarat

ફરી એક વખત ગુજરાત આવશે પીએમ મોદી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ પણ પોતાના પ્રચારમાં લાગી ગયું છે. વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીનો આ પ્રવાસ ચૂંટણી પૂર્વેનો અંતિમ પ્રવાસ હોવાનું માનવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અનેક સ્થળો પર જનસભાને પણ સંબોધવાના છે.            



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?