અરવિંદ કેજરીવાલએ વાંકાનેરના લોકોને કહ્યું "તમારુ વીજળીનું બિલ હું ભરીશ.."


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 17:05:41


ગુજરાત વિધાન સભા ચૂંટણી નજીક આવી રહી છે અને AAP ગુજરાત જીતવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં કેટલાક રોડશો કરી રહ્યા છે જેમાંથી એક રોડ શો તેમણે આજે વાંકાનેરમાં કર્યો મોરબીમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં અમારી સરકાર બનશે. હું તમારો ભાઈ બનીને તમારા પરિવારનો સભ્ય બનીને દરેકની જવાબદારી હું સંભાળીશ. ત્યારપછી જનતાને મોંઘવારીથી છૂટકારો અપાવીશું. ડિસેમ્બરમાં સરકાર બનશે અને 1 માર્ચથી તમારે વીજળીનું બિલ ભરવાની જરૂર નથી. હુ તમારો ભાઈ છું, હું બિલ ભરીશ. દિલ્હીમાં 24 કલાક વીજળી આવે છે અને 0 રૂપિયા બિલ આવે છે. 



ઇસુદાન ગઢવી AAPના CMનો ચેહરો !!!

ઇસુદાન ગઢવીએ જમાવટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે " રાજનીતિ મારો શોખ નહીં મજબૂરી છે " અને "અરવિંદ કેજરીવાલે મને ફોન કર્યો તમે સારા લોકપ્રિય છો અને તમારે AAP જોઈન કરવી જોઈએ. તમે મુદ્દાનું પત્રકારત્વ કરો છો. મેં ત્યારે પણ કહ્યું હતું કે હું રાજનીતિ કરવા માટે નથી આવી રહ્યો. મને કંઈ જોઈતું પણ નથી. ગુજરાતની જનતાની પીડા મારાથી જોવાઈ નહીં એટલે હું રાજનીતિમાં આવ્યો હતો"




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...