ગુજરાતની રાજનીતિ ગરમાઈ, રિક્ષા ચાલકો સાથે અરવિંદ કેજરીવાલનો સંવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:16:47

ગુજરાતની રાજનીતિમાં આ વખતે ત્રી-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આ વખતે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પોતાની વોટ બેંકને વધારવા રાજકીય પાર્ટી સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી રહી છે. રેલી, યાત્રા, સભાઓ તેમજ સંવાદ થકી મતદારોને રિઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે આ વખતે રિક્ષા-ચાલકો તેમજ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો.

કેજરીવાલે અપનાવી નવી રણનીતિ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. મતદારોને આકર્ષવા માટે  વાયદા વચનો આપવામાં આવે છે. પ્રચાર માટે દર વખતે નવી નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આપે આ વખતે રિક્ષા ચાલકોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વૈષ્ણોદેવી સર્કલ પાસે રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીને બહાને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલને એક રિક્ષા ચાલકે પોતાના ઘરે જમવા આમંત્રણ આપ્યું. આમંત્રણ નો સ્વીકાર કરી સાંજે કેજરીવાલ રિક્ષા ચાલક વિક્રમ દંતાણીને ત્યાં ભોજન કરવા જશે.

ભાજપ પર કર્યા આકરા પ્રહાર

પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું ભાજપ એક શક્તિશાળી પાર્ટી છે, તેણે આખા દેશને ડરાવ્યો છે. અમારી સાથે લોકો છે, બધા લોકો ફોન કાઢી મારી સ્પીચ રેકોર્ડ કરી વોટ્સએપ પર શેર કરે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. શું ભાજપના મુખ્યમંત્રીએ ક્યારેય તમારી સાથે રૂબરૂ વાત કરી છે કે ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લીધુ છે? પોતાના સંવાદમાં એક રિક્ષા ચાલકે તેમને પોતાની ઘરે આમંત્રણ આપ્યું છે જેનો તેમણે  સ્વીકાર કર્યો છે.

સંવાદમાં આપ્યા અનેક વચનો

પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલે રિક્ષા ચાલકોને વચન આપ્યું છે કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો રીક્ષા ચાલકોના સંતાનો માટે શાળા બનાવવામાં આવશે. આ ઉપરાંત બીમારીમાં પણ તેમને 10 લાખ સુધીની ફ્રી સારવાર આપવામાં આવશે. ઉપરાંત મહિલાઓના ખાતામાં દરમહિને એક હજાર રૂપિયા આપવાની વાત કહી છે.

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા

કેજરીવાલના નવા દાવ પર પ્રહારો શરૂ થઈ ગયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.

 

આ વખતે જનતા વાયદાઓથી કેટલી પ્રભાવિત થશે અને કોને મત આપશે તેતો આવનારો સમય જ બતાવશે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?