અરવિંદ કેજરીવાલને EDએ બીજુ સમન્સ પાઠવ્યું, 21 ડિસેમ્બરે દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2023-12-18 18:46:44

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેવી વધી રહી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને EDનું આ બીજું સમન્સ છે. આ પહેલા EDએ કેજરીવાલને 2 ડિસેમ્બરે પૂછપરછ માટે નોટિસ પણ મોકલી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલે નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી. તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ કેજરીવાલને આ સમન્સ એવા સમયે મોકલ્યું છે જ્યારે તેઓ 10 દિવસ માટે વિપશ્યના માટે જઈ રહ્યા છે. તેઓ 19મી ડિસેમ્બરે વિપશ્યના માટે રવાના થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ દર વર્ષે વિપશ્યનાનો 10 દિવસનો કોર્સ કરવા જાય છે. આ વર્ષે પણ તેઓ 19 થી 30 ડિસેમ્બર સુધી વિપશ્યનામાં શિબિરમાં રહેશે.


AAPના આ નેતાઓ પહેલાથી જ જેલમાં છે


ઉલ્લેખનિય છે લિકર પોલીસી કેસમાં અગાઉ રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે.


નવી દારૂની નીતિ શું હતી?


22 માર્ચ, 2021 ના ​​રોજ, મનીષ સિસોદિયાએ નવી દારૂ નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021 ના ​​રોજ, નવી દારૂ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી. દારૂની નવી નીતિ લાવ્યા બાદ દિલ્હી સરકાર દારૂના ધંધામાંથી બહાર નિકળી ગઈ અને દારૂની આખી દુકાનો ખાનગી હાથમાં ગઈ હતી. નવી નીતિ લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે, નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. જ્યારે વિવાદ વધી ગયો ત્યારે 28 જુલાઈ, 2022 ના રોજ, સરકારે નવી દારૂ નીતિ રદ કરી અને ફરીથી જૂની નીતિ લાગુ કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.