દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. લીકર પોલીસી કેસમાં પૂછપરછ માટે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજકને સમન્સ મોકલવામાં આવ્યું છે. 18 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા ત્રણ વખત ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે ત્રણેય વખત હાજર રહ્યા ન હતા.
ચોથી વખત ઈડીએ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે
પ્રવર્તન નિર્દેશાલય એટલે ઈડીએ દિલ્હી લિકર પોલીસી કેસમાં પૂછપરછ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે હાજર થવા માટે. 18 જાન્યુઆરીએ હાજર રહેવા માટે સમન્સ મોકવામાં આવ્યું છે અને આ વખતે મોકલવામાં આવેલું સમન્સ ચોથી વારનું છે. ઈડીએ આની પહેલા ત્રણ વખત તેમને હાજર રહેવા માટે નોટિસ મોકલી હચી પરંતુ તે હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ આની પહેલા આશંકા વ્યક્ત કરી હતી કે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે.
આની પહેલા ક્યારે ક્યારે ઈડીએ પાઠવ્યું છે કેજરીવાલને સમન્સ?
ઈડીએ હજી સુધી પાઠવેલા સમન્સની વાત કરીએ તો 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023 તેમજ 3 જાન્યુઆરી 2024ના રોજ હાજર થવા માટે જણાવ્યું હતું. પરંતુ ત્રણેય વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીએ આ સમન્સને ગેરકાયદેસર ગણાવી હતી. ઈડી દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે જોવું રહ્યું છે 18 જાન્યુઆરીએ ઈડી સમક્ષ પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે કે નહીં.