દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ઈડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. અરવિંદ કેજરીવાલની જ્યારે ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ નેતાઓ ત્યાં હાજર હતા ઉપરાંત કોંગ્રેસના પણ નેતાઓ હાજર હતા. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ લોકો સમક્ષ આવે છે. થોડા સમય પહેલા પણ સુનિતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આજે ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે. સુનીતા કેજરીવાલે કહ્યું કે આવતી કાલે અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશ સામે બતાવશે કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા.?
સુનીતા કેજરીવાલે કરી પ્રેસ કોન્ફરન્સ અને કહ્યું કે...
છેલ્લા ઘણા સમયથી ઈડીએ પૂછપરછ માટે હાજર થવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અનેક સમન્સ પાઠવ્યા. પરંતુ તે હાજર થયા ના હતા અને અંતે ઈડી મુખ્યમંત્રીના ઘરે પહોંચી. પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરી લીધી. અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે એક પત્ર મોકલ્યો હતો. તે વખતે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આજે ફરી એક વખત તેમણે એક નિવેદન બહાર જારી કર્યું છે. એ નિવેદનમાં સુનીતા કેજરીવાલે એક મોટો દાવો કર્યો છે કે 28 માર્ચે અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશને બતાવશે કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા? સુનિતા કેજરીવાલે કહ્યું કે તપાસ દરમિયાન એક પણ રૂપિયો નથી મળ્યો.
જે દિવસે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે...
મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ જે સમયે થઈ હતી તેને લઈ અનેક સવાલો થયા હતા. જે દિવસે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તે દિવસે ચૂંટણી બોન્ડના ડેટા સામે આવવાના હતા.. કઈ પાર્ટીને કોણે દાન આપ્યું તેની જાણકારી સામે આવવાની હતી.! અનેક લોકો આ ઘટનાને અને કેજરીવાલની ધરપકડને એક સાથે જોઈ રહ્યા છે. ત્યારે સૌ કોઈની નજર આવતી કાલ પર છે કારણ કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા તેની જાણકારી અરવિંદ કેજરીવાલ આપવાના છે સુનીતા કેજરીવાલના કરવામાં આવેલા દાવા પ્રમાણે