અરવિંદ કેજરીવાલના ઘરના રિનોવેશનને લઈ ભાજપના આરોપ! ભાજપના પ્રશ્ન પર AAPએ PMને કયા ખર્ચાઓ યાદ કરાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-26 16:00:45

આમ આદમી પાર્ટી અને ભાજપ અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર પ્રહાર કરતા રહે છે. ત્યારે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચર્ચામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના ઘરને લઈ ભાજપે એક દાવો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના સરકારી આવાસને તેમજ ઓફિસના રિનોવેશન પાછળ 45 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. કેજરીવાલ ઘરમાં નહીં પરંતુ શિશ મહેલમાં રહે છે. તેમને રાજીનામું આપી દેવું જોઈએ. તો આ વાત પર આમ આદમી પાર્ટીએ જવાબ આપ્યો છે.

 

અરવિંદ કેજરીવાલને લઈ સંબિત પાત્રાએ પૂછ્યા સવાલ! 

સંબિત પાત્રાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલને મહારાજા તરીકે સંબોધ્યા હતા. અરવિંદ કેજરીવાલ મહારાજની સ્ટોરી ન ચલાવવા માટે મીડિયાને પણ લાલચ આપવામાં આવી રહી છે. જ્યારે કેજરીવાલને પ્રશ્ન પૂછવામાં આવે છે તો તે કહે છે કે વડાપ્રધાન કઈ કારમાં ફરે છે? વધુમાં તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલના બંગલા માટે પસંદ કરવામાં આવેલા આઠ પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રુપિયાથી વધુ છે, જ્યારે સૌથી સસ્તા પડદાની કિંમત 3.57 લાખ રુપિયાની છે. પ્રી ફેબ્રિકેટેક લાકડાની દિવાલો પર 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  

પીએમ મોદી વિશે આમ આદમી પાર્ટીએ કરી આ વાત!

આ મામલે જવાબ આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ ઘર 80 વર્ષ જૂનું છે. અનેક રૂમોની છત પડી ગઈ હતી. જેને કારણે રિનોવેશન કરાવવાની જરૂર હતી. આમ આદમી પાર્ટીના નેતા તેમજ સાંસદ સંજય સિંહે જવાબ તો આપ્યો પરંતુ સાથે સાથે વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનું ઘર ઠીક કરવા માટે 500 કરોડનો ખર્ચ થયો. 8400 કરોડનું જહાજ ખરીદ્યું. પીએમ મોદી 12 કરોડની ગાડી ચલાવે છે. સવા લાખ રૂપિયાની પેન રાખે છે. 10 લાખનો સૂટ પહેરે છે. 1.6 લાખના ચશ્મા પહેરે છે. આ વાત પર ભાજપ પ્રશ્ન નથી ઉઠાવતી.             



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.