જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવા કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. એક બાદ એક વિભાગના અધિકારીઓ ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે. આ પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટીઓ લઈ રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે છે. પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં જો આપની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવશે.
ગુજરાતમાં આપને મોકો આપવા તેમણે કરી અપીલ
પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે સત્તામાં આમ આદમી પાર્ટીને લાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઈચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય.
કેજરીવાલે ભાજપને ગણાવી અહંકારી
કેજરીવાલે વધુમાં કહ્યું સરકારી કર્મચારી દુ:ખી છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત, નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું. 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય. આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે.
કેજરીવાલે યાદ અપાવ્યા વચનો
કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે વીજળી મફત આપીશું. સરકારી સ્કુલ વધુ સારી આપીશું. આ વચનનો તેમને વિરોધ છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટારી છે તેઓ કહી રહ્યા છે. આંદોલન કરી રહેલા આંદોલનકારીઓના તમામ મુદ્દાનું અમે સમાધાન કરીશું. એરપોર્ટ પર મોદી મોદીના નારા લાગ્યા. 30, 40 લોકોએ મારી સામે મોદીના નારા લગાવ્યા. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી-મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે.